ભરૂચ: SSC અને HSC સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોડેલ એકઝામ-૨૦૨૦ નું આયોજન જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં કરવામાં આવ્યું.

ભરૂચ: શિક્ષણ ઉત્કર્ષ સંગઠન અને રોટરી કલબ ઓફ ભરૂચ તેમજ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુકત ઉપક્રમે તા.૧૫મી ફેબ્રુઆરી થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન SSC અને HSC સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોડેલ એકઝામ-૨૦૨૦ નું આયોજન જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં કરવામાં આવ્યું.

       આ પ્રસંગે આજરોજ પ્રાર્થના સ્કુલ ના આચાર્ય શ્રી રમેશભાઈ પરમારે પરીક્ષાખંડની મુલાકાત લીધી હતી અને સંગઠનની ઉત્કૃષ્ઠ કામગીરી ને બિરદાવી હતી અને પોતાના મંતવ્યો અને સુચનો વ્યક્ત કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ પરીક્ષાખંડની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને પોતાના અભિપ્રાયો આપ્યા હતા.

રીપોર્ટ - પ્રકાશભાઈ પટેલ, ભરૂચ.

Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર