ભરૂચમાં હુસેનિયા સોસાયટી નજીક ઝૂપડપટ્ટીમાં આગ, 10 જેટલા ઝુંપડા બળીને ખાખ.

ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હુસેનિયા સોસાયટી નજીક ઝૂંપડપટ્ટીમાં  સવારે અચાનક આગ ફાટી નીકળતા 10 જેટલા ઝૂંપડા આગની લપેટમાં આવી બળીને ખાખ થઈ ગયા હતા. એકાએક આગની ઘટના બનતાં અફરતફરી મચી ગઈ હતી.

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હુસેનિયા સોસાયટી નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં રવિવારે આગની હોનારત સર્જાઈ હતી. આકસ્મિક આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી ગઇ હતી. આગની લપેટમાં 10 થી વધુ ઝુંપડા બળી ને ખાખ થઈ ગયા હતા.

ભરૂચ ફાયર ફાઈટરના 2 લાશ્કરો સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. સવારે ચૂલા પર જમવાનું બનાવ્યા બાદ ચૂલો ચાલુ રહી જતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે.
જોકે આકસ્મિક આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
પુનઃ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનમાં 10 થી વધુ ઝુંપડા બળી જતા બેઘર અને નિ:સહાય બનેલા ઝૂંપડા વાસીઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.