ભરૂચ : અંકલેશ્વરમાં CAAના સમર્થનમાં ઉમટ્યો જનસાગર, રેલીમાં થયા ભારે સૂત્રોચ્ચાર

ભરૂચ : અંકલેશ્વરમાં CAAના સમર્થનમાં ઉમટ્યો જનસાગર, રેલીમાં થયા ભારે સૂત્રોચ્ચાર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં જાગૃત નાગરિક સમિતિના નેજા હેઠળ CAAના સમર્થન માટે વિશાળ રેલી યોજાઇ હતી, ત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી રેલી શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી.

અંકલેશ્વર શહેરમાં CAAના સમર્થન માટે નીકળી વિશાળ રેલી
રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની રહ્યા વિશેષ ઉપસ્થિત
શહેરના ચૌટા નાકાથી ત્રણ રસ્તા સુધી મહા રેલી જોવા મળી
વિવિધ સમાજના લોકોએ સ્વયંભૂ જોડાઈ રેલીને આપ્યું સમર્થન

અંકલેશ્વરમાં જાગૃત નાગરિક સમિતિના નેજા હેઠળ CAAના સમર્થન માટે વિશાળ રેલી યોજાઇ હતી, ત્યારે શહેરના ચૌટા નાકાથી ત્રણ રસ્તા સુધી નીકળેલી રેલી દરમ્યાન લોકોનો જનસાગર ઉમટ્યો હતો. ચૌટા નાકાથી નીકળેલી CAA સમર્થન રેલીમાં લોકોએ ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા. શહેરના ચૌટા નાકાથી ત્રણ રસ્તા સુધી 1 કીમી જેટલી મહા રેલી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. ઉપરાંત CAAના સમર્થન માટે શહેરના વિવિધ વિસ્તારોના દુકાનદારોએ પોતાની દુકાન સ્વયંભૂ બંધ રાખી હતી.

CAA સમર્થન રેલી દરમ્યાન રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અંકલેશ્વર-હાંસોટ તાલુકાના ભાજપના આગેવાનો, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ઉત્તર ભારતીય સમાજ તેમજ અંકલેશ્વર શહેરમાં વસતા વિવિધ સમાજના લોકોએ પરિવાર સાથે રેલીમાં જોડાઈને પોતાનું સમર્થન આપ્યું હતું.



Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર