Posts

Showing posts from 2020

દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ.

Image
નવીદિલ્હી:  અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટપર  મહાત્માગાંધીજીનેઆપી શ્રદ્ધાંજલિ.   રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા. Ⓜ️બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં તેમણેરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પત્ની મેલેનિયા અને દીકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા. બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારપછી ટ્રમ્પ અને તેમની...

પ્રવાસ નો બીજો દિવસ / રાષ્ટ્રપતિ સાથે ડિનર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા અમેરિકા જવા રવાના

Image
નવી દિલ્હી:  બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે મંગળવારે મોડી સાંજે ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી હતી. દરબાર હોલમાં બન્ને દેશા રાષ્ટ્રપતિએ સાથે તસવીર ખેંચાવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ મહેમાનોને મળીને અમેરિકા જવા માટે રવાના થયા હતાં.  ANI ✔ @ANI Delhi: US President Donald Trump and First Lady Melania Trump meet PM Narendra Modi, Vice President M Venkaiah Naidu, Lok Sabha Speaker Om Birla and other Union Ministers, at Rashtrapati Bhawan. 785 08:18 PM - 25 ફેબ્રુ, 2020 Twitter જાહેરાત માહિતી અને ગોપનીયતા 99 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે રાષ્ટ્રપતિએ કહ્યું- મારા માટે આ બે દિવસ વિશેષ રહ્યા છે. હું અહીં ફરી આવીશ. હું જ્યારે માત્ર બિઝનેસમેન હતો ત્યારે એક વખત ભારત આવ્યો હતો. ટૂંક સમયમાં અમ...

દ્વીપક્ષી સંબંધ / મોદી-ટ્રમ્પ આજે હૈદરાબાદ હાઉસમાં મળશે, પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થશે; 21 હજાર કરોડનો રક્ષા કરાર થવાની શક્યતા

Image
ભારત-અમેરિકા વચ્ચે થશે ડીલ પહેલાં દિવસે અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની શાનદારી દોસ્તીનો નજારો જોવા મળ્યો. હવે બીજા દિવસે જ્યારે કૂટનીતિનો વારો છે તો દરેક લોકોની નજર બંને દેશો વચ્ચે થનારા કરાર પર હશે. આ સમજૂતીમાં સૌથી મોટી વાત ડિફેન્સ ડીલ હોઇ શકે છે. તેની જાહેરાત ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારના રોજ પોતાના ભાષણમાં કરી. આ ડીલમાં ભારત, અમેરિકાના 24 રોમિયો હેલિકોપ્ટર ખરીદવા પર કરાર કરી શકે છે જે અંદાજે 3 અબજ ડોલર હશે. આ સિવાય ભારત 6 અપાચે હેલિકોપ્ટર પણ ખરીદી શકે છે. આ સિવાય બંને નેતાઓની વચ્ચે ટ્રેડ, H1B વીઝા, અફઘાનિસ્તાન જેવા મુદ્દા પર ચર્ચા થશે.

નિવેદન / “CAA વિશે હું કાંઈ કહેવા માંગતો નથી, તે ભારતનો આંતરીક મામલો, ભારત તેમના લોકો માટે યોગ્ય નિર્ણય લેશે.”:ટ્રમ્પ

Image
નિવેદન / “CAA વિશે હું કાંઈ કહેવા માંગતો નથી, તે ભારતનો આંતરીક મામલો, ભારત તેમના લોકો માટે યોગ્ય નિર્ણય લેશે.”  નવી દિલ્હી : મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું હતું અને ત્યારબાદ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે પાકિસ્તાન તેમજ આતંકવાદ મુદ્દે થયેલી ચર્ચા અંગેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું- મેં વડાપ્રધાન મોદી સાથે આતંકવાદ મુદ્દે ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા કરી છે. પાકિસ્તાન સાથે પણ મારા સારા સંબંધ છે. કાશ્મીરનો પણ મુદ્દો છે અને કોઇ પણ સ્ટોરીની બે સાઇડ હોય છે.અમે તેની ચર્ચા કરી. મારાથી જે થઇ શકશે તે હું કરવા માટે તૈયાર છું. વડાપ્રધાન મોદી ખૂબ શાંત અને ધાર્મિક છે પણ તેઓ એકદમ ટફ છે. તેઓ આ મુદ્દો પોતાની રીતે જોઇ લેશે. CAA અને દિલ્હીમાં થયેલી હિંસા અંગેના સવાલમાં ટ્રમ્પે કહ્યું- જ્યાં સુધી ધાર્મિક સ્વતંત્રતાની વાત છે,તો વડાપ્રધાન મોદીએ હંમેશા તેના માટે કામ કર્યું છે. દિલ્હીની જે એક ઘટના થઇ તેના વિશે કોઇ વાત નથી થઇ, તે ભારતનો આંતરિક મુદ્દો છે. તે ભારતે જોવાનું છે. CAA વિશે તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું તો ટ્ર...

ભારત-અમેરીકા સંયુક્ત નિવેદન / અમેરિકાથી ભારતને 21 હજાર કરોડના સૈન્ય સાધનો મળશે, પાકિસ્તાન પર આતંકવાદ ખતમ કરવા માટે દબાણ ઉભું કરીશું

Image
સંયુક્ત નિવેદન  નવી દિલ્હી:  હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.ટ્રમ્પે કહ્યું કે, છેલ્લા 2 દિવસ શાનદાર રહ્યા. ખાસ કરીને ગઈ કાલે મોટેરા સ્ટેડિયમમાં. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે. ત્યાં સવા લાખ લોકો હતા. તે લોકો મોદીજીને ખૂબ પ્રેમ કરે છે. મેં જ્યારે પણ મોદીજીનું નામ લીધુ તે લોકો ખુશીથી ચીસો પાડતા હતા. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું હું સ્વાગત કરુ છું. મને ખ્યાલ છે કે, અત્યારે ટ્રમ્પ ખૂબ વ્યસ્ત છે, તેમ છતાં તમે ભારત આવ્યા તેથી હું તમારો આભારી છું. મોદીએ કહ્યું, 3 વર્ષમાં વેપાર ડબલ ડિજીટમાં વધ્યો છે. જ્યાં સુધી બાઈલેટરલ ટ્રેડનો સવાલ છે તેમાં બંને દેશો વચ્ચે બાઈલેટરલ ટ્રેડનો સવાલ છે. બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. અમે એક મોટી ટ્રેડ ડીલ શરૂ કરવા માટે સહમત થયા છીએ. તેના સકારાત્મક પરિણામ મળશે. અમે બંને દેશો વિશ્વમાં કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહમત છીએ. તે એકબીજાના નહીં પરંતુ દુનિયાના હિતમાં છે. સંયુક્...

અમદાવાદ:મોટેરા સ્ટેડિયમ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અંતર્ગત સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત

Image
અમદાવાદઃ  યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 11.30 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચવાના છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમનના એકાદ કલાક પહેલા પહોંચશે. ટ્રમ્પ અને મોદી એરપોર્ટ આયોજીત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ શૉ થકી ગાંધી આશ્રમ પહોંચશે, ત્યાંથી પરત એરપોર્ટ તાજ સર્કલથી મોટેરા સ્ટેડિયમ જશે. સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા લોકોનો ધસારો સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે લોકો સ્ટેડિયમમાં આવી રહ્યાં છે તેને જોઇને જનસૈલાબ ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોનું અભિવાદન જીલ્યા બાદ ટ્રમ્પ 3.30 વાગ્યે આગ્રા જવા નીકળશે.મોટેરા સ્ટેડિયમની બહાર લોકો લાંબી લાઈનોમાં ઉભા છે, સ્ટેડિયમની બહાર એકઠા થાય છે. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પૂર્વે સ્ટેડિયમ ખાતે બેઠકો મેળવવાની પળોજણમાં છે. સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા..’ ગીત પર ધમાકેદાર ...

CAA પર ઘર્ષણ / ભારતની છબી બગાડવાનું દિલ્હીમાં ષડ્યંત્ર, હેડ કોન્સ્ટેબલ સહિત 4 ના મોત, DCP સહિત 50 ઘાયલ, અમિત શાહે બોલાવી તાત્કાલિક બેઠક

Image
નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ દરમિયાન પથ્થમારામાં ઘાયલ ગોકલપુરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થઈ ગયું છે. જ્યારે શહાદરાના ડીસીપી અમિત શર્મા હોસ્પિટલમાં દાખલ છે. તેમની ગાડીને પણ આગ લગાવી દેવામાં આવી છે. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું રોકાણ ચાણક્યપુરી સ્થિત ITC મૌર્યા હોટલમાં કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં હિંસા ભડકી છે તે અહીંથી 20 કિલોમીટરના અંતરે છે. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેને ગોળી વાગી હતી. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે પરિસ્થિતિને કાબૂ કરવા માટે વધારે સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે હેડ કોન્સ્ટેબલના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી...