મહેસાણા: ખેરાલુ રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે 5 લોકોના મોત



મહેસાણાઃ ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 5 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચી હતી. જીપમાં 20થી વધુ મજૂરો સવાર હતા. અંધારામાં જ અકસ્માતને પગલે રોડ ચીચીયારીથીઓ ગુંજી ઉઠ્યો હતો. ખેરાલુના મલેકપુરથી મજૂરો જીપમાં સિધ્ધપુર જઈ રહ્યા હતા ત્યારે ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ વડનગર ખસેડાયા હતા.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
જીપ ઝાડ સાથે અથડાતા 5ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 15ને ઈજાઓ પહોંચતા ખેરાલુ અને વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
મૃતકોમાં 4 લોકોની ઉંમર 20થી 27 વર્ષ છે, જ્યારે એક સાત વર્ષની બાળકી છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર