સુરક્ષા / જનરલ નરવણેએ કહ્યું - આપણા જવાનોએ પાકિસ્તાનની બેટ ટીમની ગતિ વિધિઓ પર લગામ લગાવી, તેમના એક્શન પહેલાં જ કોશિશો નાકામ કરી
સેના પ્રમુખ એન. એમ. નરવણે
નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ ગુરૂવારે કહ્યુંકે સેના લગાતાર આતંકી સમૂહો પર દબાણ બનાવી રહી છે. LoC પર પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (બેટ)ની સક્રિયતાના સવાલ પર તેમણે કહ્યું- આપણા જવાનો બેટની કાર્યવાહી પહેલા જ તેને નાકામ કરી છે. તેમણે દાવો કર્યો કે જમ્મૂ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં ઘટાડો થયો છે.
જનરલ નરવણેએ માન્યું કે આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકના કારણે પણ આતંકી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે. બ્લેક લિસ્ટ થવાના ડરથી પાકિસ્તાને બોર્ડર પારથી સંચાલિત આતંકવાદ ઘટાડ્યો છે. ચીનને પણ અહેસાસ થઇ ચૂક્યો છે કે તે હંમેશા પાકિસ્તાનનું સમર્થન નહીંકરી શકે. આવામાં પાકિસ્તાનને આતંકવાદ પર ચાલવાની તેની રણનીતિ પર ફરી વિચાર કરવો પડશે.
પાકિસ્તાનની બેટ ટીમમાં આતંકવાદીઓ સામેલ હોય છે
પાકિસ્તાનની બેટ ટીમ ભારતીય સેનાના જવાનોના ગળા કાપવાની ઘટનાઓમાં સામેલ રહી છે. આ ટીમમાં પાકિસ્તાની સેના સાથે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સામેલ હોય છે. આ વર્ષે 11 જાન્યુઆરીએ LoC પર ફાયરિંગ બાદ બેટ ટીમ ભારતીય સેનાના એક પોર્ટરનું માથુ કાપીને લઇ ગઇ હતી. આ ઘટના બાદ સેનાપ્રમુખ જનરલ નરવણેને વળતી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ભારતીય આર્મીને પ્રોફેશનલ ગણાવીને આ ડરપોક ઘટનાનો યોગ્ય જવાબ દેવાની વાત કહી હતી.

સમાનતાના મુદ્દે આર્મી ચેમ્પિયન: સેના પ્રમુખ
સેના પ્રમુખે મહિલાઓના સ્થાયી કમિશન પર સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું- અમારું પહેલું કામ આ આદેશનું પાલન કરવાનું છે. તેમણે કહ્યું, ‘‘ભારતીય સેના કોઇ પણ સૈનિકના ધર્મ, જાતિ, સંપ્રદાય અને લિંગના આધારે ભેદભાવ નથી કરતી. હંમેશાથી સેનાનો આ જ દ્રષ્ટિકોણ છે. અમે 1993માં મહિલા અધિકારીઓની ભરતી શરૂ કરી હતી. દરેક રેન્ક પર મહિલાઓને તૈનાત કરવાની પહેલ કરી છે. 100 મહિલા સૈનિકોનું પહેલું ગ્રુપ કોર્પ્સ ઓફ મિલિટરી પોલીસ સેન્ટરમાં ટ્રેનિંગ લઇ રહ્યું છે. મહિલા અધિકારીઓને પત્ર લખીને પૂછવામાં આવી રહ્યું છે કે તેઓ સ્થાયી કમિશન લેશે કે નહીં. ’’

‘1993માં મહિલા અધિકારીઓની ભરતી શરૂ થઇ’
સુપ્રીમ કોર્ટે 18 ફેબ્રુઆરીએ મહિલા અધિકારીઓને આર્મીમાં સ્થાયી કમિશન આપવાનો આદેશ સંભળાવ્યો હતો. હવે કોમ્બેટ રોલ છોડીને બાકી ક્ષેત્રોમાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન મળશે. આર્મીમાં મહિલાઓને બરાબરીનો હક આપવાની કાયદાકીય લડત 17 વર્ષ ચાલી હતી. આર્મી ચીફે કહ્યું કે કોર્ટના આદેશથી આગળ વધવાનો રસ્તો સ્પષ્ટ થશે. હું મહિલા અધિકારીઓ સહિત ભારતીય સેનામાં સામેલ દરેક લોકોને ભરોસો અપાવું છું કે તેમને દેશ સેવા અને કરિયરમાં આગળ વધવાની સમાન તક મળશે.

Comments
Post a Comment