અમદાવાદઃ અમદાવાદીઓ સહિત ગુજરાત અને દેશની પ્રજા અમેરિકાના રાષ્ટ્રપતિને આવકારવા થનગની રહી છે. ત્યારે તેમનું મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કેમ છો ટ્રમ્પ નામે એક કાર્યક્રમ યોજાવાનો છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ત્યારે તેને લઈને સ્ટેડિયમને સળગારવાથી લઈને તેની બાકી કામગીરી પૂર્ણ કરવા માટે રાતદિવસ કામગીરી ચાલી રહી છે. સ્ટેડિયમનો અંદરનો આંખોને જોતી કરી દે તેવો નજારો દર્શાવતી તસવીરો સામે આવી છે.
રાતદિવસ કામ ચાલી રહ્યું છે મોટેરા સ્ટેડિયમમાં હજુ બે મહિના ચાલે તેટલું કામ બાકી છે. પરંતુ ટ્રમ્પની વિઝિટના પગલે આ કામ રાત-દિવસ અલગ-અલગ શિફ્ટમાં કામદારોને લગાવીને પૂરું કરવાનો ટાર્ગેટ છે. ત્યારે રાતદિવસ કામગીરી ચાલી રહી છે. માત્ર 10 દિવસમાં જ કામ સમેટી લેવા પ્રયાસ ચાલી રહ્યા છે. ખુરશી ગોઠવાઈ રહી છે સ્ટેડિયમમાં ખુરશીઓ ગોઠવવામાં આવી રહી છે. લાલ, વાદળી, પીળા, મરૂણ સહિતના કલરની અલગ અલગ દિશામાં ખુરશીઓ ગોઠવીને સ્ટેડિયમના અંદરના નજારાને રંગબેરંગી બનાવાયું છે. સ્ટેડિયમમાં ઉપરથી એન્ટર થતાં જ અંદરનો નજારો આંખોને મોહી લે છે. લીલોતરીનો સાક્ષાત્કાર વચ્ચે એક મોટા વર્તૂળમાં થાય છે.
મોટેરાએ મેલબોર્નને માત આપી
ક્રિકેટ ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં બનતા વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ -' મોટેરા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોટેરાનું 90% ટકા કામ થઇ ગયું છે અને 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ તૈયાર છે. સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ 1982માં બન્યું હતું, તેની બેઠક ક્ષમતા 50 હજાર હતી. મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરા 18 હજારના માર્જિનથી તેને હરાવશે. મોટેરા મોદીનું વિઝન છે સ્ટેડિયમ વિશે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, અમે ત્યારના ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તત્કાલીન પ્રેસિડેન્ટ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂના અર્ધા સ્ટેડિયમને ડિમોલીશ કરીને રિનોવેટ કરવાની વાત કરી હતી. જોકે તેમનું વિઝન તદ્દન જુદું હતું. તેમણે મને પૂછ્યું કે સ્ટેડિયમને કેટલો સમય થઇ ગયો છે? મેં કહ્યું 25 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તો તેમણે કહ્યું કે સ્ટેડિયમને અર્ધું તોડીને રિનોવેટ કરવાનો કોઈ અર્થ નથી. મોદીનું ડ્રિમ હંમેશા નંબર 1 બનવાનું રહ્યું છે. મોદીએ અમને કહ્યું કે વર્લ્ડના ક્યા ક્યા સ્ટેડિયમ સૌથી મોટા છે? અમે કહ્યું કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન અને સિડનીનું સ્ટેડિયમ છે. તેમજ અમે તેમને કહ્યું કે તમે કહેશો એ પ્રમાણે મોટામાં મોટું સ્ટેડિયમ બનાવશું. તો તેમણે કહ્યું કે બનાવવું જ હોય તો આપણે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવીએ અને અમને 1 લાખથી વધુની બેઠક ક્ષમતાવાળું બનાવવા કહ્યું હતું. તે દરમિયાન અત્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ક્રિકેટના પ્રેસિડેન્ટ બન્યા હતા. એમનું પણ એજ ડ્રિમ હતું અને એમણે કહ્યું કે, 'સાહેબે કીધું છે 1 લાખ તો આપણે 1 લાખને 10 હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ બનાવીએ.' આ સ્ટેડિયમ ગુજરાતનું નજરાણું બની જવાનું છે. 'ક્રિકેટનું મક્કા નહીં, કાશી કહો' નથવાણીએ વધુ ઉમેરતા કહ્યું કે, ક્રિકેટ વિશ્વમાં અત્યાર સુધી લોર્ડ્સને Mecca Of Cricket કહેવાનો રિવાજ છે. લોર્ડ્સથી ય અદકેરાં બનનાર મોટેરા સ્ટેડિયમને હું 'ક્રિકેટનું કાશી' કહીશ. કારણ કે આ નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાતને વિશ્વના નકશા પર મોખરે મૂકવાની તેમની ધગશનું આ પરિણામ છે. આથી તે નરેન્દ્રભાઈના સંસદિય મતવિસ્તાર કાશીના નામે ઓળખાય એ આવકાર્ય છે. અમે આખું સ્ટેડિયમ મોદીને અર્પણ કરી રહ્યા છીએ. અમે તેમને વિનંતી કરીશું કે તમે આવીને દુનિયા સમક્ષ સ્ટેડિયમને ખુલ્લું મુકો. આઇપીએલની નવી ટીમો કહેશે- અમારે કાશીમાં રમવું છે નથવાણીએ કહ્યું કે, આઇપીએલમાં નવી ટીમો માટે ઓક્શન થશે ત્યારે ચોક્કસ નવી ટીમ કહેશે કે અમારે કાશીમાં રમવું છે અને તેને અમારું હોમગ્રાઉન્ડ બનાવવું છે. વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ હોય પછી અન્ય કોઈ વસ્તુ વિશે વિચાર કઈ રીતે આવી શકે? તેમજ વિદેશમાંથી બધા અહિયાં રમવા માટે આવવા માગશે. 360 ડિગ્રી સ્ટેડિયમ સામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશા આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે. જેને લીધે પીલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એક પણ પીલર નથી. મતલબ કે કોઈ પણ સ્ટેન્ડમાં બેસીને મેચો જોવો આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે. સ્ટેડિયમના નોર્થ પેવેલિયનને અદાણી અને સાઉથ પેવેલિયનને રિલાયન્સ પેવેલિયન કહેવામાં આવશે. વરસાદ પડશે તો પણ મેચ રદ નહીં થાય, 20થી30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે 2019ના વર્લ્ડ કપમાં વરસાદે વિલનની ભૂમિકા ભજવી હતી. વરસાદ તો બંધ થાય પણ ગ્રાઉન્ડ કોરું થાય ત્યારે જ મેચ શરૂ થાય ને! મોટેરા ખાતેની ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે ગમે તેટલો વરસાદ ભલેને પડે મિનિમમ 20થી લઈને મેક્સિમમ 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે. ખેલાડીઓ અને ફેન્સ સુનિશ્ચિત રહેશે કે વરસાદ અટકે તો મેચ શરૂ થવામાં વધુ સમય નહીં લાગે. ભારતમાં બેંગ્લુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમ પછી આ બીજું સ્ટેડિયમ બનશે કે જેમાં આ પ્રકારની વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. જોકે તમને જણાવીએ કે બંનેની ડ્રેનેજ સિસ્ટમ અલગ અલગ ટેક્નોલોજી પર કામ કરે છે. 75 કોર્પોરેટ બોક્સ મોટેરા સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનેલું છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં 75 કોર્પોરેટ બોક્સ છે. આ કોર્પોરેટ બોક્સમાં બેસીને VIP લોકો મેચનો લુફ્ત ઉઠાવશે. દરેક બોક્સમાં 25 સીટ છે, મતલબ કે કે સ્ટેડિયમમાં મોટી હસ્તીઓ માટે 18 ભારતમાં પ્રથમ વખત LED લાઇટ્સનો ઉપયોગ થશે આપણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં બહુ વખત LED લાઇટ્સનો ઉપયોગ જોયો છે. મોટેરા ભારતનું પ્રથમ સ્ટેડિયમ બનશે કે જેમાં LED લાઇટ્સનો ઉપયોગ થશે. તે ઉપરાંત સ્ટેડિયમના મીડિયા બોક્સ અને પેવેલિયન દેશના બેસ્ટ હશે તે અંગે પણ અમને માહિતી આપવામાં આવી છે. સ્ટેડિયમમાં 2*2 કુલ 4 પ્લેયર્સ પેવેલિયન બનાવવામાં આવશે. ડ્રોપ-ઈન પિચનો ઉપયોગ નહીં થાય નથવાણીએ કહ્યું કે, ક્રિકેટર્સને રમવાની મજા આવે તેવી પિચનું નિર્માણ શરૂ થઇ ગયું છે. આપણે ડ્રોપ-ઈન પિચનો ઉપયોગ નહીં કરીએ. વાતાવરણ અનુસાર નેચરલ રીતે પિચ તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમમાં 10 હજાર ટુ વ્હીલર અને 3 હજાર ફોર વ્હીલર પાર્ક થઇ શકશે મોટેરા પાર્કિંગ સુવિધા બાબતે પણ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. સ્ટેડિયમમાં 10 હજાર ટુ વ્હીલર અને 3 હજાર ફોર વ્હીલર ગાડીઓ પાર્ક થઇ શકે તેટલી જગ્યા આપવામાં આવી છે. દેશના અન્ય કોઈ સ્ટેડિયમમાં પાર્કિંગ માટે આટલી જગ્યા આપવામાં આવી નથી. તે ઉપરાંત સ્ટેડિયમ સાથે મેટ્રોની ડાયરેકટ કનેક્ટિવિટી છે. અમદાવાદીઓ અને દેશ ભરથી આવેલા ચાહકો મેટ્રોમાં બેસીને પણ સીધા સ્ટેડિયમમાં આવી શકે છે. મોટેરાની ક્લબ મેમ્બરશીપ તમે વાર્ષિક 7 લાખ રૂપિયા આપીને મોટેરાના મેમ્બર બની શકો છો. આ મેમ્બરશીપ હેઠળ તમને ક્લબ હાઉસનું ઍક્સેસ મળશે. આ ક્લબ હાઉસમાં 55 રૂમ્સ છે. ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, સ્કવોશ કોર્ટ, પાર્ટી એરિયા, 3d મલ્ટીપ્લેક્સ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હશે. અન્ય રમતોના કોચિંગ ક્લાસીસ પણ ખરા નથવાણી કહ્યું હતું કે, સ્ટેડિયમના નવિનીકરણ અંગે વિચારણા ચાલી રહી હતી ત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો પ્રાથમિક સવાલ એ હતો કે મેચ ન રમાતી હોય એ સમય દરમિયાન સ્ટેડિયમની ઉપયોગિતા બની રહેવી જોઈએ. આ સુચનને ધ્યાનમાં રાખીને અમે ક્રિકેટ સિવાય અન્ય રમતો માટે પણ આઉટફિલ્ડમાં જગ્યા તૈયાર કરી છે. ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, બાસ્કેટબોલ, કબ્બડી, બોક્સિંગ, લોન ટેનિસ અને રનિંગ ટ્રેક. તમામ રમત માટે સ્ટેડિયમમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેમજ બધાનું કોચિંગ પણ આપવામાં આવશે. સ્ટુડન્ટ્સ જે રમત શીખવા માંગતા હોય તેમના માટે ડૉર્મિટરીની સુવિધા પણ હશે. તેમજ સ્ટેડિયમમાં મેન ગ્રાઉન્ડ સિવાય અન્ય બે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ હશે. આ ગ્રાઉન્ડ પર ડોમેસ્ટિક ગેમ્સ થતા ક્રિકેટ કોચિંગ આપવામાં આવશે.
75 સીટ્સ રિઝર્વ્ડ છે. તે ઉપરાંત આ વખતે દરેક સ્ટેન્ડમાં ફૂડ અને હોસ્પિટાલિટી સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે. કોઈ પણ ખૂણે બેઠેલો ફેન સામાન્ય સુવિધા આરામથી મેળવી શકશે.
આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ Mk news તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે Happy Birthday🎂🎈🎉🎊🎊🎁 Ravibhai Buddhadev ! God Bless Us Always🙌!
રાજકોટ: રાજકોટમાં કડવીબાઈ કન્યા વિધાલયમાં તારીખ 10/02/2020 સોમવારે બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો અત્યાર સુધી ધણા એવોર્ડ સને સમ્માન પ્રાપ્ત કરનાર બળદેવ પરી એ માત્ર એકજ શિક્ષકને આ એવોર્ડ ખૂબ ગૌરવમય રીતે આપવામાં આવ્યો જે એવોર્ડમાં મોમેન્ટો ગૌરવ લેખ , શાલ ઓઢાળી અને ૨૧ હજારનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો આ સમારંભમાં આમંત્રિતો શિક્ષકો સમાજ શ્રેષ્ઠીઓ , નિર્ણાયકશ્રીઓ અને બાળકોની બહોળી હાજરીમાં યોજાયો હતો. સૌપ્રથમ આ કાર્યક્રમ પ્રાર્થના તેમજ બહેનો એ સુંદર નૃત્ય દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુંદર સુશોભિત હોલની અંદર પ્રથમ બળદેવ પરી ના કાર્યની ઝાંખી એમના પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી 20 મિનિટ સુધી કરવામાં આવી હતી અને ત્યાં હાજર રહેલા દરેકને પોતાના કાર્ય વિશે જણાવ્યું હતું ત્યારબાદ હાજર રહેલા વક્તાઓએ પોતાના ઉત્તમ વક્તવ્યો આપ્યા હતા. બળદેવપરી એ આ એવોર્ડને અંતે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એક જ શિક્ષકને આપવામાં આવતું આ સન્માન છે અને આ એવોર્ડ સાથે જેનું નામ જોડાયેલું છે એવા સુભદ્રાબેન શ્રોફ...
ભરૂચ: 25 ગામ લેઉવા પાટીદાર સમાજ નું ગર્વ તેવી સમાજ ની દીકરી ઉપરાલી ગામ ના હાલ ભરૂચ માં રહેતા શ્રી દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની જેને પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને હાલ ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના હસ્તે અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. જે હાલ પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર થયા છે. તે બદલ સમાજ તરફથી સમાજ ના પ્રમુખશ્રી રાજુભાઇ એમ પટેલ તથા ૨૫ ગામ લેઉવા પાટીદાર ના અગ્રણીઓ તરફથી તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. હજી તેઓ આ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ ના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ. રીપોર્ટ - પ્રકાશભાઈ પટેલ, ભરૂચ.
Comments
Post a Comment