હાંસોટમાં નજીવી બાબતે યુવાનને માર મારતા તેનું સારવાર દરમ્યાન મોત થતાં હત્યાનો ગુનો દાખલ થયો.

ભરૂચ: હાંસોટમાં એક યુવાનનું ગળું દબાવી પેટમાં માર મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ હતી. મોતને ઘાટ ઉતારાયેલા યુવાન તેના ભાઇ સાથે હુમલાખોરના ઘર પાસેથી જતો હોવાથી હુમલાખોરે ઝઘડો કર્યો હતો અને મારા ઘર પાસેથી કેમ જાય છે, તેમ કહીને અને આવેશમાં આવીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
હુમલાખોરે યુવાનનું ગળુ દબાવી પેટના ભાગે માર માર્યો
ભરૂચ જિલ્લાના હાંસોટના 191, રામનગરમાં કલ્પેશભાઇ ઠાકોરભાઇ મિસ્ત્રી પરિવાર સાથે રહે છે. સોમવારે મોડી સાંજે કલ્પેશ અને તેનો મોટો ભાઇ યોગેશ ઠાકોરભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ (30) રહેવાસી - રામનગર, ખારવાવાડ. હાંસોટમાં જ રહેતા સલીમ રસુલ વડીવાલાના ઘર પાસેથી ચાલતા હતા. તે દરમિયાન સલીમ તેઓની પાસે ધસી આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, મારા ઘર પાસેથી કેમ જાય છે. તેવો સવાલ કરીને ઝઘડો કર્યો હતો. અને યોગેશનું ગળુ દબાવી પેટના ભાગે માર માર્યો હતો.
મૃતક યુવાનના ભાઇએ ફરિયાદ નોંધાવી
મિસ્ત્રી કામ કરતા યોગેશનું ગળુ દબાવતા અને પેટમાં માર મારતા મારતા તે સ્થળ પર જ બેભાન થઇ ગયો હતો. દરમિયાન તે સમયે પસાર થઇ રહેલા હાંસોટના એક યુવાનની બાઇક ઉપર કલ્પેશ તેના ભાઇ યોગેશને હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવાતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કલ્પેશ મિસ્ત્રીએ હાંસોટ પોલીસ મથકમાં સલીમ વડીવાલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર
ભરત મિસ્ત્રી
ભરૂચ
મૃતક ની ફાઇલ તસવીર 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર