અમદાવાદ:મોટેરા સ્ટેડિયમ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ અંતર્ગત સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત



અમદાવાદઃ યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 11.30 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચવાના છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમનના એકાદ કલાક પહેલા પહોંચશે. ટ્રમ્પ અને મોદી એરપોર્ટ આયોજીત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ શૉ થકી ગાંધી આશ્રમ પહોંચશે, ત્યાંથી પરત એરપોર્ટ તાજ સર્કલથી મોટેરા સ્ટેડિયમ જશે. સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા લોકોનો ધસારો સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે લોકો સ્ટેડિયમમાં આવી રહ્યાં છે તેને જોઇને જનસૈલાબ ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોનું અભિવાદન જીલ્યા બાદ ટ્રમ્પ 3.30 વાગ્યે આગ્રા જવા નીકળશે.મોટેરા સ્ટેડિયમની બહાર લોકો લાંબી લાઈનોમાં ઉભા છે, સ્ટેડિયમની બહાર એકઠા થાય છે. 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પૂર્વે સ્ટેડિયમ ખાતે બેઠકો મેળવવાની પળોજણમાં છે.

સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત
સરસ્વતી વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. કિંજલ દવેએ ‘અમે ગુજરાતી લહેરી લાલા..’ ગીત પર ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે. ત્યારબાદ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પરફોર્મન્સ કર્યું હતું. તેમણે મોગલ આવે...સહિતના ગીતો પર પરફોર્મ કર્યું છે.

મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પાણીની વ્યવસ્થા
મોટેરા સ્ટેડિયમ બહાર 16 સ્થળે પીવાના પાણીના સ્ટોલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક સ્ટોલ પર ઓછામાં ત્રણ લોકોને વ્યવસ્થાના ભાગરૂપે ગોઠવવામાં આવ્યા છે.

મોટેરામાં 1.10 લાખ લોકો વચ્ચે 3.00 વાગે સુધી રહેશે
સ્ટેડિયમની આસપાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. નાગાલેન્ડ, આસામ સહિત વિવિધ રાજ્યોના કલાકાર, સંગીત-નૃત્યનો કાર્યક્રમ રજૂ કરશે. સૂફી ગાયક કૈલાસ ખેર, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિત અનેક કલાકારોના વિવિધ કાર્યક્રમ પણ આ દરમિયાન રજૂ થશે. ત્યાર પછી સૌથી પહેલાં મોદીનું ભાષણ થશે, તેઓ અમેરિકા-ભારતના સંબંધો અંગે વાત કરશે. ત્યારપછી ટ્રમ્પનું ભાષણ યોજાશે. તેઓ મોદી સાથે મિત્રતાની વાત કરશે, ભારત સાથેના સંબંધો અંગે પણ જણાવશે. ભારતના લોકતંત્રની વાતની સાથે અમેરિકામાં વસેલા ભારતીયોની સાથે ગુજરાતીઓનો પણ ઉલ્લેખ કરશે. ત્યારપછી ટ્રમ્પ અને મેલેનિયા મોદીની સાથે બધાનું અભિવાદન કરશે. મોદી અને ટ્રમ્પ પરિવાર ઓપન જીપ્સીમાં સ્ટેડિયમનું ચક્કર લગાવશે.

Ⓜ️અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ ગળે ભેટીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એપોર્ટ પર શાહી સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં ટ્રમ્પે ચરખો પણ કાંત્યો હતો. ચરખો કાંતવામાં તેઓ મૂંઝાતા આશ્રમની બહેનોની મદદ લીધી હતી.

થોડી મિનિટો પહેલાં જ મોદીએ ટ્વિટ કરીને ટ્રમ્પને આવકારતા ટ્વિટ કર્યું હતું કે, અતિથિ દેવો ભવ:

Ⓜ️અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજશે. જેને પગલે રાજ્યભરમાંથી લોકો કાર્યક્રમ નિહાળવા આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમમાં જોડાવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સમાવિષ્ઠ મંત્રીઓ તથા ભાજપના ગુજરાત સાંસદો અને ધારાસભ્યને વિશેષ બસોમાં મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા.
ગાંધીનગરથી સદસ્ય નિવાસેથી ભાજપના તમામ MLA નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં હાજર આપવા માટે બસમાં જવા રવાના થયા હતા. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા તેમજ ગુજરાત રાજ્યના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, સહિતના મંત્રીઓ રવાના થયા હતા. ઉપરાંત દંડક પંકજ દેસાઈ પણ જોડાયા હતા. આ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદોના માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Ⓜ️ટ્રમ્પે ચાઈવાલા મોદી બોલતા જ સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

    અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે સવા બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાં પીએમ મોદીએ ટ્રમ્પને ગળેલગાવીને શાહી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બન્ને મહાનુભાવો ગાંધી આશ્રમ જવા નીકળ્યા હતા. જ્યાંથી તેઓ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ જવા નીકળ્યા હતા. જ્યાંમોદીના સંબોધનથી‘નમસ્તે ટ્રમ્પ‘કાર્યક્રમ શરૂ થયો હતો. ત્યાર બાદ ટ્રમ્પે સંબોધન શરૂ કરીકહ્યું કે, મોદીના પિતા ચાનો સ્ટોલ ચલાવતા હતા અને મોદી આ શહેરમાં ચા વેચતા હતા. ચાઈવાલા મોદી બોલતા જ સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.


      આ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના સભ્યોએ ટ્રમ્પ અને મોદીને આવકાર્યા હતા. તેમજPM નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહનો પરિચય કરાવ્યો અનેટ્રમ્પે ઉત્સાહભેર હાથ મિલાવ્યો હતો.


Ⓜ️સાબરમતી આશ્રમની ડાયરીમાં ટ્રમ્પે ગાંધીજીના વિચારોને બદલે મોદીનો ધન્યવાદ આપતો સંદેશો લખ્યો.


  સામાન્ય રીતે કોઈ પણ મહાનુભાવ ગાંધીઆશ્રમ આવે છે ત્યારે તેઓ ગાંધીજીના જીવન વિશે પોતાના વિચાર ડાયરીમાં લખે છે. પરંતુ ટ્રમ્પે આ પરંપરાને પણ તોડીને આજે ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીને બદલે નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતો મેસેજ લખ્યો હતો. એવું આ પહેલીવાર બન્યું છે કે, કોઈ પણ વિદેશી મહાનુભાવ ગાંધીઆશ્રમની મુલાકાતે આવ્યા હોય અને તેમણે ગાંધીજીના જીવન વિશે પોતાના વિચારો વ્યક્ત ન કર્યા હોય.

ટ્રમ્પે ભવ્ય મુલાકાત બદલ મોદીનો આભાર માનતો મેસેજ લખ્યો

   ગાંધી આશ્રમની ઝડપભેર મુલાકાત લીધા બાદ ટ્રમ્પે આશ્રમની ડાયરીમાં પોતાનો મેસેજ લખ્યો હતો. ટ્રમ્પે લખ્યું હતું કે, "TO MY GREAT FRIEND PRIME MINISTER MODI, THANK YOU FOR THIS WONDERFUL VISIT" (પ્રતિ, મારા ગાઢ મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ અદભુત મુલાકાત બદલ આપનો ધન્યવાદ). આ મેસેજની નીચે ટ્રમ્પ ઉપરાંત ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે પણ હસ્તાક્ષર કર્યા હતા.

આશ્રમમાં ટ્રમ્પ દંપતિ 11 મિનિટ રોકાયું, પ્રતિમાને સુતરની આંટી ન ચઢાવી

મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ આશરે 11 મિનિટ સુધી ગાંધીઆશ્રમમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ મોટેરા આશ્રમ રવાના થઈ ગયા હતા. જો કે, ટ્રમ્પ દંપતિએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી ચઢાવી નહોતી જેવું અત્યારસુધી લગભગ તમામ મહાનુભાવોએ ગાંધીઆશ્રમની મુલાકાત દરમિયાન કર્યું હતું.

Ⓜ️ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આકરી ચેતવણી આપતાની સાથે જ મોટેરા ટાળીઓથી ગુંજી ઉઠયું.

  નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ અમદાવાદના સ્ટેડિયમથી પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો હતો. ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લઈ કહ્યું હતું કે, તે પોતાની જમીન પરથી આતંકવાદ ખતમ કરે. પાકિસ્તાનનો ઉલ્લેખ કરી એક લાખથી વધારે લોકોની તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું.

ટ્રમ્પે મોટેરા ખાતેથી બોલતા કહ્યું હતું કે, ભારત અને અમેરિકા બંને પોતાના નાગરિકોને ઈસ્લામિક આતંકવાદથી બચાવી રહ્યાં છે. ટ્રમ્પે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના ખાતમાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મારા કાર્યકાળમાં અમેરિકી સૈન્યને શક્તિને આઈએસઆઈએસ વિરૂદ્ધ ખુલી છુટ આપવામાં આવી હતી. આજે આઈએસનો ખલીફા માર્યો ગયો છે. રાક્ષસ બગદાદી માર્યો ગયો છે.

આ દરમિયાન ટ્રમ્પે જેવુ પાકિસ્તાનનું નામ લીધુ કે ભારે ભીડે પોતાનો ગુસ્સો વ્યક્તિ કરી ચિચિયારીઓ પાડી હતી. ટ્રમ્પે પાકિસ્તાનને લઈને કહ્યું હતું કે, અમારા નાગરિકોની સુરક્ષા માટે ખતરો બનનારાઓએ ભારે કિંમત ચુકવવી પડશે. દરેક દેશને પોતાની સરહદોની સુરક્ષા કરવાનો અધિકાર છે. અમેરિકા અને ભારત આતંકવાદ અને આતંકી વિચારધારા માટે લડી રહ્યાં છે. ટ્રમ્પ પ્રશાસન પાકિસ્તાન સાથે વાત કરી રહ્યું છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, પાકિસ્તાને તેના દેશમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી પડશે. અમારા પાકિસ્તાન સાથે સારા સંબંધો છે. અમને લાગે છે કે, પાકિસ્તાન કેટલાક પગલા ભરી રહ્યું છે. આ બાબત દક્ષિણ એશિયા માટે જરૂરી છે. ભારતને તેમાં મહત્વનું યોગદાન આપવાનું છે.

હથિયાર ડીલ પર બોલ્યા ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમે દુનિયાના સૌથી આધુનિક એરોપ્લેન, રોકેટ, શિપ્સ, ભયાનક હથિયાર બનાવીએ છીએ, એરિયલ વિહિકલ, 3 અબજ ડૉલર ફાઈનલ સ્ટેજ પર છે. અમે આ હથિયારો ભારતીય સૈન્યને આપવા જઈ રહ્યાં છીએ. હું માનુ છું કે, અમેરિકાએ ભારતને તેનું સૌથી મોટું ડિફેંસ પાર્ટનર બનાવવુ જોઈએ. ઈન્ડો પેસેફિક રીઝનને સુરક્ષીત રાખવું છે.

 Ⓜ️ટ્રમ્પના ભાષણમાં વિવેકાનંદથી લઇને કોહલીનો ઉલ્લેખ, પાંચ નામનું ખોટુ ઉચ્ચારણ, છતાંય લોકોએ ખુશી વ્યક્ત કરી





Ⓜ️ વધુ વિગતો મેળવાય રહી છે તેના માટે
અહીં update જોતા રહો
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર