નિવેદન / “CAA વિશે હું કાંઈ કહેવા માંગતો નથી, તે ભારતનો આંતરીક મામલો, ભારત તેમના લોકો માટે યોગ્ય નિર્ણય લેશે.”:ટ્રમ્પ
નિવેદન / “CAA વિશે હું કાંઈ કહેવા માંગતો નથી, તે ભારતનો આંતરીક મામલો, ભારત તેમના લોકો માટે યોગ્ય નિર્ણય લેશે.” 
નવી દિલ્હી: મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું હતું અને ત્યારબાદ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે પાકિસ્તાન તેમજ આતંકવાદ મુદ્દે થયેલી ચર્ચા અંગેના સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું- મેં વડાપ્રધાન મોદી સાથે આતંકવાદ મુદ્દે ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા કરી છે. પાકિસ્તાન સાથે પણ મારા સારા સંબંધ છે. કાશ્મીરનો પણ મુદ્દો છે અને કોઇ પણ સ્ટોરીની બે સાઇડ હોય છે.અમે તેની ચર્ચા કરી. મારાથી જે થઇ શકશે તે હું કરવા માટે તૈયાર છું. વડાપ્રધાન મોદી ખૂબ શાંત અને ધાર્મિક છે પણ તેઓ એકદમ ટફ છે. તેઓ આ મુદ્દો પોતાની રીતે જોઇ લેશે.
CAA અને દિલ્હીમાં થયેલી હિંસા અંગેના સવાલમાં ટ્રમ્પે કહ્યું- જ્યાં સુધી ધાર્મિક સ્વતંત્રતાની વાત છે,તો વડાપ્રધાન મોદીએ હંમેશા તેના માટે કામ કર્યું છે. દિલ્હીની જે એક ઘટના થઇ તેના વિશે કોઇ વાત નથી થઇ, તે ભારતનો આંતરિક મુદ્દો છે. તે ભારતે જોવાનું છે. CAA વિશે તેમના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું તો ટ્રમ્પે કહ્યું કે તેઓ CAA નો મુદ્દો ભારત પર છોડે છે, તેના વિશે અહીં કોઇ ચર્ચા કરવા માંગતા નથી.
ઇસ્લામિક આતંકવાદ પર
ટ્રમ્પે કહ્યું- મને લાગે છે કે ઇસ્લામિક આતંકવાદને કાબૂ કરવા માટે મારાથી વધારે કોશિષ કોઇએ નથી કરી. પણ ઇરાક, ઇરાન, રશિયા અને સિરીયાએ પણ કામગીરી કરવી જોઇએ. તેમણે કહ્યું- વડાપ્રધાન મોદી એક ઉમદા નેતા છે. ભારત એક શાનદાર દેશ છે. ઉર્જા ક્ષેત્રમાં અમેરિકા અને ભારત વચ્ચે સહયોગ વધી રહ્યો છે. ભારત મોટા પ્રમાણમાં ડિફેન્સના ઉપકરણો ખરીદી રહ્યું છે. તાલીબના સાથેના પીસ એગ્રીમેન્ટ પર ટ્રમ્પે કહ્યું - મેં આ વિષય પર પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી છે. મને લાગે છે કે તેનાથી ભારત ખુશ થશે. મને જે લોકો પસંદ નથી કરતા તેઓ પણ ખુશ થશે. જોઇએ શું થઇ શકે છે, અમારી પાસે હજુ બે દિવસ છે.
કોરોના વાયરસને લઇને પરિસ્થિતિ કાબૂમાં છે- ટ્રમ્પ
ભારત અને અમેરિકા વચ્ચે કોરોના વાયરસને લઇને પણ ચર્ચા થઇ. અમેરિકામાં પરિસ્થિતિ કાબૂમાં છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રશિયાની જાસૂસીના મુદ્દે ટ્રમ્પે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓએ મને તેના વિશે કોઇ જાણકારી આપી નથી.
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965
Comments
Post a Comment