જૈન એલર્ટ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પૂજ્ય ગુરુદેવ પદ્મવિભૂષીત સરસ્વતી લબ્ધ શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ.સા. હસ્ત લિખિત જીવન પરિવર્તન કરનારી પુસ્તક અને એપ્રિસીએશન સર્ટિફિકેટ આપીને બહુમાન કરવામાં આવ્યું


ભરૂચ:જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા ના સેવાકીય કાર્યો આખા ભારતમાં ૩૨૫ કેન્દ્રો થકી ચાલે છે. જેમાં મેપ ઓફ એલર્ટ એક્ટિવીટી ફેબ્રુઆરી મહિના ના ભાગરૂપે આજરોજ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા સરકારી સ્કૂલોના શિક્ષકો અને  સરકારી હોસ્પિટલના ડૉક્ટરો નું કે જેઓ પોતાના કર્તવ્યો દ્વારા માનવસેવા આપી રહ્યા છે એમનું પૂજ્ય ગુરુદેવ પદ્મવિભૂષીત સરસ્વતી લબ્ધ શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મ. સા. હસ્ત લિખિત જીવન પરિવર્તન કરનારી પુસ્તક અને એપ્રિસીએશન સર્ટિફિકેટ આપીને બહુમાન કરવામાં આવ્યું. આ સન્માન મળવાથી સિવિલ સર્જન ડૉક્ટર જે.ડી.પરમાર અને આરએમઓ ડૉક્ટર એસ.આર.પટેલ તથા અન્ય ડૉક્ટરો એ ખુશી વ્યકત કરી હતી. સામાજિક સંસ્થા એવી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ભરૂચ ના આવા કાર્ય બદલ તેઓએ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ભરૂચ ના સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્ય માં જૈન એલર્ટ ગ્રુપ ઓફ ભરૂચ ના સક્રીય કાર્યકર અને કેપ્ટન જીજ્ઞેશભાઈ શાહ તથા અન્ય સક્રિય કાર્યકરો લોમેશભાઈ શાહ, હિમાંશુભાઈ શાહ, અજીતભાઈ શાહ, હિતેશભાઈ શાહ, નિમેશભાઈ શાહ, પ્રકાશચંદ્ર પટેલ તેમજ અન્ય સભ્યો આ કાર્ય માં જોડાયા હતા.

રીપોર્ટ :- પ્રકાશભાઈ પટેલ, ભરૂચ.

Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર