ભરૂચ: સતત અઢી દિવસ સુધી પાણી પુરવઠો મળશે નહીં જેની ભરૂચ શહેરની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે
પ્રેસ નોટમાં જણાવે છે કે અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની રાઈઝીંગ મેઈન પાઈપ લાઈનનું જોડાણ પાંચ બત્તી ખાતે સોનેરી મહેલ, ટાવર અને બંબા ખાના અંડર ગ્રાઉન્ડ સંપ ભરવા માટે નાખવામાં આવેલ નવી
D. L K-9 પાઈપલાઈન સાથે કરવાનું થતું હોય તથા અયોધ્યા નગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાઈઝીંગ મેઈન પાઈપલાઈન અને માતરીયા ઈન્ટેકવેલ રાઈઝીંગ મેઈન પાઈપલાઈન પર ફર્લો મીટર ઇન્ટોલ કરવાના થતાં હોય
તારીખ:- 22/ 02 / 2020 શનિવારના રોજ સવાર અને સાંજ બંને સમય તારીખ:- 23 / 02 / 2020 રવિવારના રોજ સવાર અને સાંજ બંને સમય તેમજ તા.:- 24 /02 /2020 ના રોજ સવારના સમયે પાણી પુરવઠો સમગ્ર ભરૂચ શહેરમાં બંધ રહેશે.
તારીખ:- 24 /02 /2020 સોમવાર બપોર પછીનો પાણી પુરવઠો સમગ્ર શહેરમાં હળવા દબાણથી મળશે જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે, તથા પાણી સંગ્રહ કરીને સાચવીને વાપરવા વિનંતી છે.
તારીખ:- 25 /02 /2020 ને મંગળવારથી રાબેતા મુજબ પાણી પુરવઠો સમગ્ર શહેરમાં મળી રહેશે.
સહી
મુખ્ય અધિકારી શ્રી
ભરૂચ નગરપાલિકા, ભરૂચ
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965

Comments
Post a Comment