21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ

Ⓜ️'આપણી ભાષા એ આપણી સંસ્કૃતિ છે' આ વાક્ય ખૂબ જ સહજ અને સ્વાભાવિક છે.
દરેક સંસ્કૃતિને પોતાની ભવ્યતા પોતાનો ઇતિહાસ બતાવવા એક માધ્યમની જરૂર પડે છે અને એ માધ્યમની ગરજ ભાષા સારે છે.

Ⓜ️દરેક ભાષા સાથે એક સંસ્કૃતિ અને સભ્યતા જોડાયેલી છે, એ વાતને ધ્યાને લઈ યુનેસ્કો (UNESCO)એ 1999માં 21 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ સ્તરે “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

Ⓜ️ ભારતને આઝાદી મળ્યા બાદ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દૂ ને રાષ્ટ્રીય ભાષા જાહેર કરવામાં આવી આવી અને બંગાળી ભાષાની અવગણના કરવામાં આવી. આના વિરોધમાં પૂર્વ પાકિસ્તાન (હાલ - બાંગ્લાદેશ)માં બંગાળી ને પણ રાષ્ટ્રીય ભાષા જાહેર કરવામાં આવે એવી માંગ ઉભી થઈ.
આ અંગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને વધુ ને વધુ લોકો આ આંદોલનમાં જોડાઈ રહ્યા હતા. આંદોલનને જોતાં સરકારે આંદોલનકારીઓ પર દમન કર્યું, જેમાં અનેક લોકો ઘાયલ થયા અને અમુક લોકોએ જીવ ગુમાવ્યો.

Ⓜ️આ ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને આ દિવસ હતો 21 ફેબ્રુઆરી કે જ્યારે ભાષાના અસ્તિત્વ માટે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, આથી માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.

Ⓜ️અત્યારે વિશ્વની ઘણી ભાષાઓ લુપ્ત થવાની અણી પર છે અને ઘણી લુપ્ત થઈ ગઈ છે.
ભાષા લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંસ્કૃતિ પણ નાશ પામે છે એવું નિષ્ણાતો માને છે.

Ⓜ️ગુજરાતી કવિ પ્રેમાનંદે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું મહત્વ નહિ મળે ત્યાં સુધી પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી અને ગુજરાતી ભાષા માટે અદ્ભુત સાહિત્ય સર્જન કર્યું, જેની ઔરંગઝેબે પણ સરાહના કરી હતી.
 કવિ દલપતરામે પોતાને “ગુજરાતી વાણી ના વકીલ” કહ્યા હતા.

Ⓜ️નર્મદે ગુજરાતી ભાષાના વિકાસ માટે “નર્મ કોષ” બનાવેલો.

Ⓜ️રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આત્મકથા “સત્ય ના પ્રયોગો” જે પુસ્તકે સમગ્ર વિશ્વમાં સત્ય અને અહિંસાની મહેક પ્રસરાવી એ આત્મકથા પણ ગુજરાતીમાં લખાયેલી હતી, જેનાં પરથી ગાંધીજીનો પોતાની માતૃભાષા પરનો પ્રેમ કેવો હશે એ અંદાજો લગાવી શકાય.

Ⓜ️આજે વિશ્વના દરેક ખૂણે તમે ગુજરાતી ભાષા બોલાતી જોઈ શકો છો. વિકાસ માટે અન્ય દેશમાં જતા લોકો પણ પરદેશ જઈને ગુજરાતી ભાષા ભૂલતા નથી.

Ⓜ️આજના ડિજિટલ યુગમાં કે જ્યાં અંગ્રેજી પ્રભાવ છે ત્યાં આપણી માતૃભાષા ના પ્રચાર - પ્રસાર માટે ગુજરાતીમાં લખાયેલા પુસ્તકોનું વાંચન કરવું અને આવનારી પેઢીને ગુજરાતી વિષે માહિતી આપીને આ અમૂલ્ય ભાષાનું જતન કરવું જોઈએ.

તંત્રી લેખ
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર