ભારત પ્રવાસ / ટ્રમ્પ પરિવારે તાજમહેલ જોયો, પરિસરમાં દોઢ કિલોમીટર ફર્યા; વિઝિટર બૂકમાં લખ્યું - ઇમારત ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો



આગ્રા:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાત કરીને આગ્રા તાજમહેલ જોવા પહોંચ્યા હતા. ટ્રમ્પે પત્ની મેલેનિયા સાથે તાજમહેલના કેમ્પસમાં અંદાજે દોઢ કિમી સુધી વોક કર્યું અને ફોટો સેશન કરાવ્યું હતું.

વિઝિટર બુકમાં ટ્રમ્પે લખ્યું- આ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે.
ટૂરિસ્ટ ગાઈડે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી તાજમહેલ સાથે જોડાયેલા કિસ્સાની માહિતી આપી હતી. તેમની દીકરી ઈવાન્કાએ સહયોગીને પોતાનો મોબાઈલ આપીને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા. આ પહેલાં આગ્રા પહોંચતા એરપોર્ટ પર રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્રમ્પ પરિવારનું સ્વાગત કર્યું હતું.
ટ્રમ્પે તાજમહેલની વિઝિટર બુકમાં લખ્યું- Thank you India






મયૂર નૃત્ય જોઈ ટ્રમ્પે કહ્યું- ગુડ, ગ્રેટ
આગ્રાના ખેરિયા એરપોર્ટ પર સાંજે 4.15 વાગે ટ્રમ્પનું પ્લેન લેન્ડ થયું હતું. અહીં પહોંચવા માટે 4.45 વાગ્યાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. અહીં તેઓ 30 મિનિટ પહેલાં પહોંચી ગયા હતા. તેમના વિમાનમાંથી ઉતર્યા પછી કલાકારોએ મયૂર નૃત્ય કર્યું હતું. તેને જોઈને ટ્રમ્પે વેલડનની સાઈન કરીને ગુડ-ગ્રેટ કહીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. દીકરી ઈવાન્કાએ તાળીઓ વગાડીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિઝિટર બુકમાં મેસેજ પણ લખ્યો હતો.
21 જગ્યાઓ પર 3000 કલાકારોએ ભારતીય કલા અને સંસ્કૃતિનો ટ્રમ્પ પરિવારનેપરિચય કરાવ્યો
ટ્રમ્પની યાત્રાને ખાસ બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં 21 જગ્યાઓ પર 3000 કલાકારોએ ભારતીય કલા અને સંસ્કૃતિનો તેમને પરિચય કરાવ્યો હતો. ટ્રમ્પના પ્રવાસના પગલે સોમવારે 12 વાગે તાજમહાલ આમ પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે જે હવેમંગળવારે સવારે ખુલશે.
ટ્રમ્પે ફરી વાર કહ્યું હિન્દીમાં ટ્વિટ
अमेरिका और भारत अपने देशों को मजबूत बनाएँगे, अपने लोगों को सम्पन्न बनाएँगे, बड़े सपने देखने वालों को और बड़ा बनाएँगे और अपना भविष्य पहले से कहीं अधिक उज्जवल बनाएँगे... और यह तो शुरुआत ही है।


14 કિમીના રસ્તા પર 10 હજાર જવાન ખડેપગે

  • ટ્રમ્પની ફ્લીટમાં 35થી 40 ગાડીઓ સામેલ હતી. ટ્રમ્પની ‘ધ બીસ્ટ’ કારની આગળ તથા પાછળ અમેરિકન અધિકારીઓની ગાડીઓ રાખવામાં આવી હતી. તેની પાછળ પોલીસની ગાડી અને એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. સુરક્ષા માટે આગ્રાને 10 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. એરપોર્ટથી તાજમહેલ સુધીના 14 કિમીના રસ્તામાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સના લગભગ 10 હજાર જવાનને ખડેપગે રાખવામાં આવ્યા હતા. 300 સિપાહી સાદી વર્દીમાં જ્યારે 400 ટ્રાફિક કર્મચારીઓને બહારથી બોલાવવામાં આવ્યા હતા. ડ્રોનથી આખા રસ્તામાં અને તેની આસપાસના વિસ્તારની દેખરેખ રાખવામાં આવી હતી. 18 સ્થળો પર 30થી વધારે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. તમામ પ્રકારની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
  • અમેરિકન રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તેમના રસ્તા પર 75 ઘર અને બિલ્ડિંગને ચિન્હિત કરવામાં આવ્યા હતા. તેના ધાબા પર પોલીસ કર્મીઓ દેખરેખમાં લાગી ગયા હતા. ગ્રાઉન્ડ પર ડ્યુટી કરનારા પોલીસકર્મીઓને તો સરળતાથી જોઈ શકાશે પણ ધાબા પર દેખરેખમાં લાગેલા પોલીસક્રમીઓનું મોનિટરિંગ કરવામાં તકલીફ થતી હતી. આ વખતે એ તમામ ઘરો, દુકાનો અને હોટલોનું ગૂગલ જીઓ ટેગિંગ કરી દેવાયું હતું. આ સાથે જ માહિતી મળી છે કે અમેરિકન સુરક્ષા એજન્સી તેની મુખ્ય ઓફિસ પેન્ટાગન પરથી પણ નજર રાખી રહી હતી.

  ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પને 'તાજમહલ' નું વિશાળ ચિત્ર અર્પણ કર્યું. 
 તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર