AAP ને બીજી વાર સ્પષ્ટ બહુમતી, 5 સીટો નું નુકસાન, મનીષ સિસોદિયાની 13 માં રાઉંડમાં જીત
નવી દિલ્હી:દિલ્હી વિધાનસભા ચૂંટણીના રૂઝાનમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી 63 સીટથી આગળ છે જ્યારે બીજેપી 7 સીટથી આગળ છે.જોકે આમ આદમી પાર્ટીને 5 જેટલીસીટ પર નુકસાન થવાનીશક્યતા છે. કોંગ્રેસનું આ વખતે પણ ખાતુ ખુલ્યું નથી. પડપટગંજથી ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા 12 રાઉન્ડ સુધી પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ 13માં રાઉન્ડથી તેઓ આગળ આવ્યા અને 3,000 મતની લીડથી જીતી ગયા છે.
ભાજપને ગઈ વખતે 3 સીટો જ મળી હતી પરંતુ આ વખતે 10થી વધારે સીટો મળવાની શક્યતા છે. કોંગ્રેસ ગઈ વખતની જેમ આ વખતે પણ શૂન્ય ઉપર જ છે. 70 વિધાનસભા સીટ પર 8 ફેબ્રુઆરીએ 62.50 ટકા મતદાન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં અત્યારે આપની સરકાર છે. ભાજપ 22 વર્ષથી અને કોંગ્રેસ 7 વર્ષથી અહીં સત્તામાં આવી શક્યા નથી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીજી વાર સીએમ બનવાની સ્થિતિમાં છે. તેઓ પહેલીવાર 2013માં 48 દિવસ માટે પદ પર રહ્યા હતા, ત્યારપછી તેમણે રાજીનામુ આપી દીધું હતું. તેમણે બીજી વાર 14 ફેબ્રુઆરી 2015ના રોજ સત્તા સંભાળી હતી.
અપડેટ્સ
- 13 રાઉન્ડ પાછળ ચાલતા મનિષ સિસોદિયા 13માં રાઉન્ડની ગણતરી પછી આગળ આવ્યા હતા. તેઓ ત્રીજી વાર સાંસદ બનતા તેમણે આ વિશે ખુશી વ્યક્ત કરી હતી.
- રાજેન્દ્ર નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાઘવ ચઢ્ઢા અને આતિશી મર્લેના કાલકાજીથી જીત્યા.
- અરવિંદ કેજરીવાલ પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓ અને મીડિયાને સંબોધશે.
- અરવિંદ કેજરીવાલે આપની બહુમતીની ઉજવણી પત્નીના બર્થ-ડે સાથે કરી. તેમની પત્ની સુનીતાનો આજે જન્મદિવસ છે. કેજરીવાલે તેમને કેક ખવડાવી.
21 મિનિટમાં 70 સીટોની તસવીર સ્પષ્ટ થઈ
પોસ્ટલ મતોની ગણતરી પછી મંગળવારે સવારે રૂઝાનની શરૂઆતની 15 મિનિટમાં જ આમ આદમી પાર્ટીની જીત નક્કી થઈ ગઈ હતી. ત્યારપછી આગામી 7 મિનિટમાં એટલે કે 8.21 વાગે દરેક 70 સીટોના રૂઝાન આવી ગયા અને આપે 50+ની લીડ બનાવી દીધી હતી.
પોસ્ટલ મતોની ગણતરી પછી મંગળવારે સવારે રૂઝાનની શરૂઆતની 15 મિનિટમાં જ આમ આદમી પાર્ટીની જીત નક્કી થઈ ગઈ હતી. ત્યારપછી આગામી 7 મિનિટમાં એટલે કે 8.21 વાગે દરેક 70 સીટોના રૂઝાન આવી ગયા અને આપે 50+ની લીડ બનાવી દીધી હતી.
ચૂંટણી પ્રચારમાં ભાજપ આગળ, પરંતુ આપના‘ટીના’ ફેક્ટર પર ભારે પડ્યું
14 ફેબ્રુઆરીએ અધિસૂચના જાહેર થયા પછી 23 દિવસની અંદર જ ભાજપના 100 નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. શાહ-મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો. 4500 નુક્કડ સભાઓ કરવામાં આવી હતી. શાહની અધિસૂચના પછી 25 દિવસ પહેલાથી પ્રચારમાં જોડાયા હતા. બીજી બાજુ કેજરીવાલના 39 સ્ટાર પ્રચારક ઉતાર્યા હતા. 3 વાગે રોડ શો અને નાની જનસભા કરી હતી.
14 ફેબ્રુઆરીએ અધિસૂચના જાહેર થયા પછી 23 દિવસની અંદર જ ભાજપના 100 નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. શાહ-મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો. 4500 નુક્કડ સભાઓ કરવામાં આવી હતી. શાહની અધિસૂચના પછી 25 દિવસ પહેલાથી પ્રચારમાં જોડાયા હતા. બીજી બાજુ કેજરીવાલના 39 સ્ટાર પ્રચારક ઉતાર્યા હતા. 3 વાગે રોડ શો અને નાની જનસભા કરી હતી.
ભાજપે 2019માં લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી હતી અને તેમને 303 સીટો મળી હતી. આમ આદમી પાર્ટીએ તેનાથી જ સબક લીધો હતો. જે રીતે ભાજપે પ્રચાર કર્યો છે કે, દેશમાં મોદી સિવાય કોઈ વિકલ્પ નહીં તે જ રીતે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એ પ્રચાર કર્યો હતો કે દિલ્હીમાં કેજરીવાલ સિવાય કોઈ વિકલ્પ નથી. આને ‘ટીના’ એટલે કે ધેર ઈઝ નો અલ્ટરનેટિવ (TINA) ફેક્ટર કહે છે. AAPનો પ્રચાર તેના પર કેન્દ્રીત રહ્યો હતો.
મતગણતરીની LIVE અપડેટ્સ
- 02.15 PM- 13માં રાઉન્ડની ગણતરી પછી મનિષ સિસોદિયા 3129 વોટથી આગળ
- 01:00 PM- ઓખલાથી આપના અમાનતુલ્લા ખાન 21 હજાર 174 મતથી આગળ, શાહીનબાગ વિસ્તાર આ જ વિધાનસભા વિસ્તારમાં આવે છે.
- 12:55 PM- આપ છોડીને કોંગ્રેસમાં આવેલા અલકા લાંબાને અત્યાર સુધી માત્ર 1234 વોટ મળ્યા
- 12:50 PM- પટપડગંજથી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા હવે માત્ર 556 વોટથી પાછળ
- 12:45 PM- આપ 58 અને ભાજપ 12 સીટથી આગળ
- 12:35 PM- નવી દિલ્હી સીટથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપના સુનીલ કુમાર યાદવથી 9,815 વોટ આગળ
- 12:30 PM- ગાંધી નગરથી ભાજપના અનિલ કુમાર બાજપેયી આપના નવીન ચૌધરી કરતાં 1670 વોટથી આગળ, કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી ત્રીજા ક્રમે
- 12:30 PM- AAP 56 અને ભાજપ 14 સીટથી આગળ
- 12:25 PM- બાબરપુરથી આપના ગોપાલ રાય ભાજપના નરેશ ગૌરથી 9,837 વોટથી આગળ
- 12:20PM-આપ છોડીને કોંગ્રેસમાં આવેલી અલકા લાંબાને હજી સુધી874 વોટ જ મળ્યા
- 12:20 PM- રોહિણી સીટથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા આપના રાજેશ નામા બંસીવાલાથી પાછળ થયા
- 12:15 PM- આપ 58 અને ભાજપ 12 સીટથી આગળ
- 12:15 PM- ઓખલાથી આપના અમાનતુલ્લા ખાન 5703 મતથી આગળ, શાહીન બાગ વિસ્તાર આજ વિધાનસભા વિસ્તારમાં આવે છે.
- 12:00 PM- પટપડગંજથી ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા1576 વોટથી પાછળ
- 11.40 AM-કોંગ્રેસની અલકા લાંબાને હજી સુધી મળ્યા માત્ર 604 વોટ
- 11:35AM- આપના કાર્યાલયમાં ઉજવણીનો માહાલો, દિલ્હી પછી દેશ નિર્માણના પોસ્ટર લાગ્યા
- 11:30 AM- આપ 57 અને ભાજપ 13 સીટથી આગળ, કોંગ્રેસ શૂન્ય પર
- 11:15 AM- આપ 55 અને ભાજપ 15 સીટથી આગળ, કોંગ્રેસ શૂન્ય પર
- 11.10 AM-પટપડગંજથી ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા 1487 મતથી પાછળ
- 11:00AM- ચૂંટણી પંચ પ્રમાણે ઓખલાથી આપના અમાનતુલ્લા ખાન 194 સીટથી પાછળ,જોકે અમાનતુલ્લા ખાને ટ્વિટ કર્યું છે કે- પાંચ રાઉન્ડ પછી ગું 22 હજાર મતથી આગળ
- 10:50 AM- કોંગ્રેસ ફરી શૂન્યપર, AAP52 અને ભાજપ18 સીટ પર આગળ
- 10:45 AM- ભાજપ ઓફિસ પર પોસ્ટર લગાવ્યું- જીતનું અમને અભિમાન નથી અને હારથી અમે નિરાશ નથી થતાં
- 10:40 AM- કરોલ બાગથી આપના વિશેષ રવિ આગળ
- 10:35 AM- કાલકાજીથી આપના આતિશી માર્લેના પાછળ
- 10:30 AM- કોંગ્રેસ ફરી 1 સીટથી આગળ, AAP 50 અને બીજેપી 19 સીટથી આગળ
- 10:25 AM- આપ 50 અને ભાજપ 20 સીટથી આગળ
- 10:20 AM- આપથી ભાજપમાં આવેલા કપિલ મિશ્રા મોડલ ટાઉન સીટથી આગળ
- 10:15 AM- AAP 49 અને ભાજપ 21 સીટથી આગળ
- 10:00 AM- બવાનાથી ભાજપના રવિન્દ્ર કુમાર આગળ
- 9:55 AM- આપને અત્યાર સુધી 50 ટકા અને ભાજપને 44 ટકા વોટ મળ્યા
- 9:45 AM- ગ્રેટર કૈલાશથી આપના સૌરભ ભારદ્વાજ આગળ
- 9:40 AM- બલ્લીમારાનથી ભાજપની લતા કોંગ્રેસના હારુન યુસુફથી આગળ
- 09.50 AM- AAP 50, ભાજપ 20 સીટથી આગળ
- 09.35 AM- ઓખલાથી આપના અમાનતુલ્લા ખાન આગળ, શાહીનબાગ અત્યારે આજ વિધાનસભા વિસ્તારમાં આવે છે.
- 9:30 AM- રોહિણી સીટથી ભાજપના વિજેન્દ્ર ગુપ્તા આગળ, અહીં ગઈ વખતે ભાજપની જીત થઈ હતી.
- 9:20 AM- નવી દિલ્હી સીટથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપના સુનીવ યાદવથી આગળ
- 9:15 AM- ઓખલાથી AAPના અમાનતુલ્લા ખાન આગળ
- 09.10 AM- AAP 51, ભાજપ 18 સીટથી આગળ
- 09.00 AM- AAP 51, ભાજપ 18 અને કોંગ્રેસ 1 સીટથી આગળ
- 8.55 AM- AAP 51, ભાજપ 18 અને કોંગ્રેસ 1 સીટથી આગળ
- 8.55 AM- AAPમાંથી કાઢવામાં આવ્યા પછી ભાજપમાં આવેલા કપિલ મિશ્રા મોડલ ટાઉનથી પાછળ ચાલી રહ્યા છે
- 8.55 AM- પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી દ્વારકા સીટથી પાછળ
- 8.50 AM- તિમારપુર સીટથી આપના દિલીપ પાંડે ભાજપના સુરેન્દ્રપાલ સિંહથી પાછળ થઈ ગયા
- 8:40 AM- AAPના રાઘવ ચંદ્રા રાજેન્દ્ર નગર સીટથી આગળ
- 8:35 AM- AAPમાંથી કોંગ્રેસમાં આવેલા અલકા લાંબા ચાંદની ચોકથી પાછળ
- 8:24 AM- AAP 54, ભાજપ 15 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
- 8:18 AM- AAP 54, ભાજપ 15 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
- 8:19 AM- AAP 52, ભાજપ 16 અને કોંગ્રેસ 1 સીટથી આગળ
- 8:18 AM- AAP 53, ભાજપ 15 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
- 8:15 AM- AAP 52, ભાજપ 14 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ
- 8:14 AM- AAP 38, ભાજપ 13 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ
- 8:10 AM- AAP 21 અને ભાજપ 9 સીટ પર આગળ
- 8:05 AM- ભાજપ અને APP 1-1 સીટ પર આગળ
- 70 સીટોની મતગણતરી શરૂ, શરૂઆતી રૂઝાનમાં AAP 38 અને ભાજપ 13 સીટથી આગળ
- રૂઝાનમાં ફરી કેજરીવાલ સરકાર આગળ
- પટપડગંજ સીટ પરથી મનિષ સિસોદિયા આગળ
- ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા પાછળ
- ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- જીત વિશે નિશ્ચિંત, પાર્ટી કાર્યાલય પર ચાલી રહી છે જીતની ઉજવણી
- મતગણતરીથી 672 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે, તેમાં 593 પુરુષ અને 79 મહિલા ઉમેદવાર.
- 8:00 AM- મતગણતરી શરૂ
70 વિધાનસભા સીટ માટે 8 ફેબ્રુઆરીએ 62.59 ટકા મતદાન થયું હતું. જોકે ચૂંટણી પંચે મતદાનના આંકડા મતદાનના અંદાજે 24 કલાક પછી જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીએ આ વિશે આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું હતું કે, અંદરને અંદર કઈક ખેલ ચાલી રહ્યો છે. AAPએ ઈવીએમની સુરક્ષા સામે પણ સવાલ ઉભા કર્યા હતા. તેને ધ્યાનમાં રાખીને જ પાર્ટીએ દરેક સ્ટ્રોગ રૂમ પર તેમના 10-10 કાર્યકર્તાઓ તહેનાત કરી દીધા છે. દિલ્હીમાં હાલ આમ આદમી પાર્ટીની સરકાર છે. ભાજપ 22 વર્ષ અને કોંગ્રેસ 7 વર્ષથી દિલ્હીમાં સત્તાથી દૂર રહી છે.
ગણતરી માટેની તૈયારીઓ
- મતગણતરીથી 672 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે, તેમાં 593 પુરુષ અને 79 મહિલા ઉમેદવાર. 1.46 કરોડ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
- ચૂંટણી પંચે દિલ્હીના 11 જિલ્લાના 21 લોકેશન પર મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા કડક કરી દેવામાં આવી છે
- ઈવીએમ 21 સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે કહ્યું કે, દરેક ઈવીએમનું વોટિંગ પહેલાં જ પરિક્ષણ કરી દેવામાં આવ્યું હતું. તેની સાથે ચેડા શક્ય નથી. આમ આદમી પાર્ટીએ ઈવીએમની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. પાર્ટીએ દરેક સ્ટ્રોંગ રૂમમાં તેમના 10-10 કાર્યકર્તાઓ તહેનાત કર્યા છે.

Comments
Post a Comment