ભારત-અમેરીકા સંયુક્ત નિવેદન / અમેરિકાથી ભારતને 21 હજાર કરોડના સૈન્ય સાધનો મળશે, પાકિસ્તાન પર આતંકવાદ ખતમ કરવા માટે દબાણ ઉભું કરીશું
સંયુક્ત નિવેદન
નવી દિલ્હી: હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.ટ્રમ્પે કહ્યું કે, છેલ્લા 2 દિવસ શાનદાર રહ્યા. ખાસ કરીને ગઈ કાલે મોટેરા સ્ટેડિયમમાં. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે. ત્યાં સવા લાખ લોકો હતા. તે લોકો મોદીજીને ખૂબ પ્રેમ કરે છે. મેં જ્યારે પણ મોદીજીનું નામ લીધુ તે લોકો ખુશીથી ચીસો પાડતા હતા. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું હું સ્વાગત કરુ છું. મને ખ્યાલ છે કે, અત્યારે ટ્રમ્પ ખૂબ વ્યસ્ત છે, તેમ છતાં તમે ભારત આવ્યા તેથી હું તમારો આભારી છું.
મોદીએ કહ્યું, 3 વર્ષમાં વેપાર ડબલ ડિજીટમાં વધ્યો છે. જ્યાં સુધી બાઈલેટરલ ટ્રેડનો સવાલ છે તેમાં બંને દેશો વચ્ચે બાઈલેટરલ ટ્રેડનો સવાલ છે. બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. અમે એક મોટી ટ્રેડ ડીલ શરૂ કરવા માટે સહમત થયા છીએ. તેના સકારાત્મક પરિણામ મળશે. અમે બંને દેશો વિશ્વમાં કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહમત છીએ. તે એકબીજાના નહીં પરંતુ દુનિયાના હિતમાં છે.
સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે, ભારતીયોની મહેમાનગીરી યાદ રહેશે. મોદી અહીં ખૂબ સારુ કામ કરી રહ્યા છીએ. ગાંધીજીના આશ્રમમાં ખાસ અનુભૂતિ થઈ. આજે રાષ્ટ્રપતિ કોવિંદ અમને ડિનર આપવાના છે. મોદી સાથે વાતચીતમાં 3 અબજ ડોલરના રક્ષા સોદે સહમતી થઈ છે. બંને દેશો આતંકવાદ ખતમ કરવા માટે પણ સારુ કામ કરશે. અમેરિકા સંતુલિત ટ્રેડ માટે પ્રતિબદ્ધ છે. અમે હિંદ-પ્રશાંત ક્ષેત્રને સુરક્ષીત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
ટ્રમ્પે કહ્યું, જ્યારથી મેં વેપાર સંભાળ્યો છે ત્યારથી અમેરિકાની નિકાસ વધી રહી છે. તે માટે મોદીનો આભાર. મારા કાર્યકાળમાં ભારત સાથેનો વેપાર 60% વધ્યો છે. અમેરિકાનો ભારત સાથેનો વેપાર ખૂબ સારો અનુભવ રહ્યો છે. ડ્રગ્સનો વેપાર રોકવા માટે અમે સમજૂતી કરી છે. દબાણની રાજનીતિ ન થાય તેનો પ્રયત્ન કરવો જોઈએ.
મોદીએ કહ્યુંઃ
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેલિગેશનનું સ્વાગત કરું છું. ખુશી છે કે તેઓ તેમના પરિવાર સાથે આવ્યા. છેલ્લા 8 મહીનામાં તેમની સાથેની આ પાંચમી મુલાકાત છે.
- ગઈકાલે મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પનું કરવામાં આવેલું ભવ્ય સ્વાગત યાદગાર રહેશે. અમેરિકા અને ભારતના સંબંધ માત્ર બે સરકારોની વચ્ચેના નથી, પીપલ સેન્ટ્રીક છે. આ 21માં સદીની સૌથી મહત્વપૂર્ણ સ્થિત છે. સંબંધોને અહીં સુધી પહોંચાડવામાં ટ્રમ્પનું અમુલ્ય યોગદાન રહ્યું છે.
- આજે ચર્ચામાં અમે પાર્ટનરશીપ વિશે સકારાત્મક વિચાર કર્યો. રક્ષા, ટેકનિક, ગ્લોબલ કનેક્ટિવિટી, ટ્રેડ કે પીપલ ટુ પીપલ ટાઈઅપ. છેલ્લા થોડા વર્ષોમાં આપણી સેનાઓની વચ્ચે યુદ્ધાઅભ્યાસમાં વધારો થયો છે. આજે હોમલેન્ડમાં થયેલા કારારથી તેને બળ મળશે.
- અમે આજે આતંકવાદની વિરુદ્ધના પ્રયાસો તરફ વધવાનો નિર્ણય કર્યો છે. અમે ડ્રગ્સ અને નાર્કોટિક્સ રોકવા માટે વાત કરી છે. ફ્યુઅલ હોય કે ન્યુક્લિયર એનર્જી, આપણને નવી ઉર્જા મળી રહી છે.
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965




Comments
Post a Comment