પ્રવાસ નો બીજો દિવસ / રાષ્ટ્રપતિ સાથે ડિનર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા અમેરિકા જવા રવાના


નવી દિલ્હી: બે દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે મંગળવારે મોડી સાંજે ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી હતી. દરબાર હોલમાં બન્ને દેશા રાષ્ટ્રપતિએ સાથે તસવીર ખેંચાવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ મહેમાનોને મળીને અમેરિકા જવા માટે રવાના થયા હતાં. 


Delhi: US President Donald Trump and First Lady Melania Trump meet PM Narendra Modi, Vice President M Venkaiah Naidu, Lok Sabha Speaker Om Birla and other Union Ministers, at Rashtrapati Bhawan.

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

99 લોકો આના વિશે ચર્ચા કરી રહ્યા છે
રાષ્ટ્રપતિએ કહ્યું- મારા માટે આ બે દિવસ વિશેષ રહ્યા છે. હું અહીં ફરી આવીશ. હું જ્યારે માત્ર બિઝનેસમેન હતો ત્યારે એક વખત ભારત આવ્યો હતો. ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું. પ્રધાનમંત્રી મોદી સાથે ઘણા મુદ્દાઓ પર વાત થઇ. ભારત-અમેરિકા વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધ છે.
રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત હતા આ મહાનુભાવો
રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ અને મેલાનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. ઘણા કેન્દ્રીય મંત્રી પણ અહીં ઉપસ્થિત હતા. તે સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા, તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ, આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા. રાજકીય દિગ્ગજો સિવાય સંગીતકાર એ.આર.રહેમાન અને શેફ વિકાસ ખન્ના પણ હાજર રહ્યા હતા.

મહેમાનો માટે આ વાનગીઓ બનાવવામાં આવી
સૂપમાં લેમન ગ્રાસ અને ઇલાયચી શોરબા અને સ્મોક્ડ ઓરેન્જ પીલ પન્ના કોટ્ટા મેનુમાં સામેલ કરવામાં આવ્યા હતા. સ્ટાર્ટરમાં કાજૂ સ્પાઇસ્ડ સેલમનની વ્યવસ્થા હતી. મુખ્ય વાનગીમાં રોગન ગ્રેવી અને રાન આલિશાન, ભારતીય મસાલોથી બનાવવામાં આવેલા શાકથી બનેલા જરખેજ જમીન, પાલક ગ્રેસી સાથે અંજીર મલાઇ કોફ્તા, દાલ રાયસીના, દમ ગોશ્ત બિરયાની શીરમલ, મિસ્ટી રોટી, નાન, તંદૂરી રોટી, મેથી કુલચા અને પુદીના રાયતા તૈયાર કરવામાં આવ્યા હતા. મિઠાઇઓમાં વેનીલા આઇસ્ક્રીમ સાથે હેઝલનટ પાઇ વિથ સોલ્ટી કેરેમલ સોસ અને માલપુઆ રબડી રોલ બનાવવામાં આવ્યા હતા.

Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર