નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચમાં દીવડા અને મોબાઇલ ની ફ્લેશ લાઇટ થી માઁ નર્મદાની આરતી ઉતારવામાં આવી

ભરૂચઃ મહા સુદ સાતમે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીને સદાય વહેતી રાખવા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિર ખાતે નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થઈ હતી. અલખગીરી સ્વામીએ દીવડા અને તે ન હોય તો મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી આરતી ઉતારવા જણાવતાં ભક્તોએ દીવડા પ્રગટાવી અને સ્માર્ટફોનમાં ફ્લેશ લાઇટ ચાલું કરીને માઁ નર્મદાની આરતી ઉતારી અને પ્રસાદ લીધો હતો. માછી સમાજે બહુચરાજીના ઓવારાથી 2 કિલોમીટર લાંબી નર્મદામૈયાની શોભા યાત્રા કાઢીને માછી સમાજે 6 હોડીઓ દ્વારા માતાજીને 110 સાડીઓની 550 મીટરની ચૂંદડી ચઢાવી હતી

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર