ભરૂચ: વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દુર થાય તે હેતુથી ભરૂચ માં યોજાઇ મોડેલ એકઝામ ૨૦૨૦.

ભરૂચ: વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દુર થાય તે હેતુથી ભરૂચ માં યોજાઇ મોડેલ એકઝામ ૨૦૨૦.


ભરૂચમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત શિક્ષણ ઉત્કર્ષ સંગઠન દ્વારા બોર્ડ પરીક્ષા અંગે મોડેલ એકઝામનું આયોજન કરવામાં આવે છે.

ભરૂચ જિલ્લાના ૩૫ જેટલા શિક્ષકોનું શિક્ષણ ઉત્કર્ષ સંગઠન અને રોટરી કલબ ઓફ ભરૂચ તેમજ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સંયુકત ઉપક્રમે તા.૧૫મી ફેબ્રુઆરી થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન SSC અને HSC સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોડેલ એકઝામ-૨૦૨૦ નું આયોજન જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં કરવામાં આવ્યું.જેમાં કારકિર્દિ માટે મહત્વપૂર્ણ ગણાતી બોર્ડની પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓમાંથી દુર થાય અને પરીક્ષાના સમયના વાતવરણનો પ્રત્યક્ષ અનુભવ થાય તે હેતુથી આ મોડેલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.

આ અંગે એક વાતચીતમાં સંગઠનના ઇન્દ્રવદન રાણાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને બોર્ડ મુજબ સીટ નંબર સાથેની કોમ્પયુટરાઇઝડ રસીદ આપવામાં આવી હતી. પરીક્ષા ખંડને પણ સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવા સાથે ઉત્તરવહી નંબર,નિરીક્ષકની સહી જેવી તમામ પરિક્ષાલક્ષી પ્રક્રીયાનો બોર્ડની પરીક્ષા પૂર્વે જ અનુભવ કરાવાયો.

આ અનુભવના આધારે વિદ્યાર્થીઓ કોઇ જાતના ભય વિના પરીક્ષામાં જવલંત સફળતા મેળવી શકશે. આ પરીક્ષાનું પરીણામ આગામી ૨૫મી ફેબ્રુઆરીએ અપાશે જેમાં પ્રથમ ૧૦ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી ઇનામો આપવામાં આવશે. જેમાં વિષયવાર સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો અપાશે તેમ જણાવાયું હતુ.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના‌ પ્રેસિડન્ટ મનીષ પોદ્દાર, સેક્રેટરી વિહાંગ સુખડિયા અને રોટરી કલબ ની ટીમે પરીક્ષાખંડની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને સંગઠનની ઉત્કૃષ્ઠ કામગીરી ને બિરદાવી હતી. શિક્ષણ ઉત્કર્ષ સંગઠન ના શૈલેષભાઈ ગૌસ્વામી તથા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ ઉપપ્રમુખ શિલ્પાબેન શાહ, નયનાબેન પટેલ અને સેક્રેટરી લક્ષ્મીબેન બગડા ની ટીમ દ્વારા તમામ બાળકો ગુજરાત ખાતે નિર્ભય બની પરીક્ષામાં જવલંત સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
રિપોર્ટ - પ્રકાશભાઈ પટેલ, ભરૂચ 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર