ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પીટલમાં પથ્થર દિલ ઇન્સાન પણ રડી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ...


ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પીટલમાં પથ્થર દિલ ઇન્સાન પણ રડી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ...
       ભરૂચ ના દાંડિયાબજાર  વિસ્તારમાં માંગી ભીખી પોતાનું અને પોતાની ત્રણ વર્ષની દીકરી નું ગુજરાન ચલાવતી મહિલા એ તેની ત્રણ વર્ષની  દીકરી ને મૂકી મૃત્યુ પામી તેવા સમાચાર સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકી ને થતા તેવો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયેલ અને ત્યાં મરણ પામેલ મહિલા ને અને તેની ત્રણ વર્ષીય દીકરી ને મળી તેવો ની આંખ માં પણ પાણી આવી ગયા હતા. આજુબાજુ ઉભેલા બધા જ લોકો કે જે જોઈ રહ્યા હતા એ ત્રણ વર્ષીય દીકરી ને કે જે તેની માં ને વારે ઘડીએ ઉભા થવા કહેતી અને રડતી પણ માં તો ભગવાન પાસે જતી રહી છે એ આ દીકરી ને શું ખબર હવે આ દિકરી નું શું થશે જેવા વિચારો એ પાસે ઉભેલા બધાના હૃદય પીગળાવી દીધા.
       હાલ તો પોતાનું સ્વજન સમજી સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકી એ એ મહિલાનો વારસદાર બની તેના અગ્નિ સંસ્કાર કરવા અંગે ની તજવીજ હાથ ધરી છે તો બીજી તરફ આ ત્રણ વર્ષની પ્રિન્સી ને ક્યાં મુકવી, ક્યાં લઈ જેવી જેવા ઘણા સવાલો નો સામનો કરવો રહ્યો.
       ધર્મેશ સોલંકી દ્વારા આ ત્રણ વર્ષીય દિકરી પ્રિન્સી માટે સામાજિક સંસ્થાઓ તેમજ સરકારી અધિકારી શ્રીઓ ને અપીલ કરવામાં આવી કે આ દિકરી ને બાળ સુરક્ષા ગૃહ ખાતે મુકાવી અને તેની સંપૂર્ણ જવાબદારી લે.

Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor - મનીષ કંસારા 6352918965 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.