પુસ્તકમાં દાવો / યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષે કહ્યું - 2013માં રાહુલે અધ્યાદેશ ફાડ્યા પછી મનમોહનસિંહ રાજીનામું આપવા માંગતા હતા
નવી દિલ્હી: યોજના આયોગ (હવે નીતિ આયોગ)ના પૂર્વ અધ્યક્ષ મોન્ટેક સિંહ અહલૂવાલિયાએ રવિવારે કહ્યું કે, 2013માં વડાપ્રધાન મનમોહન સિંહે તેમના રાજીનામા વિશે વાત કરી હતી. અહલૂવાલિયાના જણાવ્યા પ્રમાણે 2013માં રાહુલ ગાંધીએ અધ્યાદેશ ફાડ્યા પછી તે સમયે વડાપ્રધાન મનમોહન સિંહે પૂછ્યું હતું કે, શું તેમને રાજીનામુ દઈ દેવું જોઈએ. આ વિશે મેં વડાપ્રધાનને કહ્યું હતું કે, અત્યારે રાજીનામું આપવું યોગ્ય નથી. મનમોહન સિંહ તે સમયે અમેરિકાની મુલાકાતે હતા.
અહલૂવાલિયાએ તેમના નવા પુસ્તક ‘બેક સ્ટેજ: ધ સ્ટોરી બિહાઈન્ડ ઈન્ડિયા હાઈ ગ્રોથ ઈયર્સ’માં આ વિશે ખુલાસો કર્યો છે. અહલૂવાલિયાએ કહ્યું છે કે, હું ન્યૂયોર્કમાં વડાપ્રદાનના પ્રતિનિધિમંડળમાં સામેલ હતો. મારો બાઈ સંજીવ (રિટાયર્ડ IAS)એ મને આ વાત જણાવવા ફોન કર્યો અને એક આર્ટિકલ પણ લખ્યો હતો. તેમાં વડાપ્રદાનની નિંદા કરી હતી. સંજીવે આર્ટિકલ ઈમેલ કર્યો હતો અને કહ્યું હતું કે, મને આ વાતની શરમ ન આવવી જોઈએ. આ આર્ટિકલની મીડિયામાં પણ ઘણી ચર્ચા થઈ હતી. અહલૂવાલિયાએ ત્રણ દશકા સુધી ભારતની આર્થીક નીતિના નિર્માતા તરીકે કામ કર્યું હતું. તેમણે તેમના પુસ્તકમાં યુપીએ સરકારની સફળતાઓ અને નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો.
મનમોહનને આર્ટિકલ દર્શાવ્યો ત્યારે તેમણે પ્રતીક્રિયા આપી
અહલૂવાલિયાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે, મેં ત્યારે પહેલુ કામ એ કરેલુ કે આર્ટિકલ લઈને વડાપ્રધાન પાસે ગયો હતો, કારણકે હું ઈચ્છતો હતો કે તેઓ આ વિશે પહેલી વાત મારી પાસેથી જ સાંભળે. તેમણે ચૂપચાપ આ આર્ટિકલ વાંચ્યો, પરંતુ કોઈ પ્રતીક્રિયા ન આપી અને અચાનક મને પૂછ્યું કે, શું મારે રાજીનામુ આપી દેવું જોઈએ? થોડી વાર વિચાર્યા પછી મેં કહ્યું કે, મને નથી લાગતું કે આ યોગ્ય સમય છે. મને વિશ્વાસ છે કે, મેં તેમને સાચી સલાહ આપી હતી.

તેમણે એવું પણ લખ્યું છે કે, મારા ઘણાં મિત્રો સંજીવ સાથે સહમત હતા. મિત્રોનું એવું પણ માનવું હતું કે, વડાપ્રધાન ઘણાં સમયથી અડચણો વચ્ચે કામ કરી રહ્યા છે અને તેના કારણે તેમની પ્રતિષ્ઠા ખરાબ થઈ છે. અધ્યાદેશ ફાડવાની ઘટના પછી વડાપ્રધાન પદની ગરિમા ઘટાડવામાં આવી હોય એવું સૌનું માનવું હતું અને તેથી લોકો પણ એવું માનતા હતા કે તેમણે રાજીનામુ આપી દેવુ જોઈએ. પરંતુ હું આ વાતથી સહમત નહતો.
અધ્યાદેશવાળા ઘટના ક્રમથી યુપીએ સરકાર નીચું જોવું પડ્યું
સુપ્રીમ કોર્ટે કંલકિત જનપ્રતિનિધિઓને ચૂંટણી લડવા વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયને બિનઅસરકારક બનાવવા માટે યુપીએ સરકારે અધ્યાદેશ જાહેર કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સંપૂર્ણ રીતે બકવાસ છે, તેને ફાંડીને ફેંકી દેવો જોઈએ. આ ઘટનાક્રમ પછી યુપીએ સરકારને નીચાજોણું થયું હતું.

Comments
Post a Comment