આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 13 ના મોત

ફિરોઝાબાદ:  ઉત્તરપ્રદેશમાં આગ્રા-લખનૌ  એક્સપ્રેસ વે પર બુધવારે રાતે એક ખાનગી સ્લીપર બસ અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ થયો હતો. તેમાં 13 લોકોના મોત થયા હતા, જ્યારે 18 ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસ દિલ્હીથી બિહાર તરફ જઈ રહી હતી. તેમાં 40-45 યાત્રીઓ હતા.
બસે પાછળથી ટક્કર મારી
એસએસપી સચિંદ્ર પટેલે જણાવ્યું કે, પ્રાઈવેટ બસ દિલ્હીથી
મોતિહારી(બિહાર) જતી હતી. આ દરમિયાન રાતે 10 વાગે ફિરોઝાબાદ પાસે બસ રોડ પર ઉભેલી ટ્રક સાથે પાછળથી અથડાઈ ગઈ હતી. ઘાયલ લોકોને સૈફઈની મિની પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર ડૉ. વિશ્વા દીપકના જણાવ્યા પ્રમાણે ઘટના પછી 31 લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમાંથી 13 લોકોના મોત થયા છે. હાલ 18 લોકોની સારવાર ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.