ભરૂચ લીંક રોડ ઉપર ટેન્કર ચાલકે સાયકલ સવાર બે કિશોરોને અડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત.

ભરૂચ લીંક રોડ ઉપર ટેન્કર ચાલકે સાયકલ સવાર બે કિશોરોને અડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત.




 

ભરૂચ શહેરનાં લીંક રોડ ઉપર પાલિકાનાં શૌચાલયનાં પાણી નિકાલ માટે વપરાતા ટેન્કર ચાલકે સાયકલ સવાર કિશોરોને અડફેટે લીધા હતા. સાયકલ લઈને લીંક રોડ શંભુ ડેરી પાસેથી જયરાજ ચૌહાણ અને જીયાન જાદવ સાયકલ પર જતાં હતા તે સમયે પુર ઝડપે આવતા પાલિકાનાં ટેન્કર ચાલકે કિશોરની સાયકલ અડફેટે લેતા કિશોરો જયરાજ ચૌહાણ અને જીયાન જાદવને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં નારાયણ નગર-2 માં રહેતો જયરાજ ચૌહાણ નામનાં કિશોરને તબીબે મૃત જાહેર કર્યો હતો. જયારે જીયાન જાદવને ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર કરવામાં આવી રહી છે. ટેન્કરનો ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો. જયારે બનાવની જાણ થતાં કિશોરનાં પરિવારજનો, નગરપાલિકા પ્રમુખ સુરભિબહેન તમાકુવાલા તથા ચીફ ઓફિસર સંજય સોની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. શહેરની એ ડિવીઝન પોલીસ પણ દોડી આવી પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.