દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ.
નવીદિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટપર મહાત્માગાંધીજીનેઆપી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા. Ⓜ️બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં તેમણેરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પત્ની મેલેનિયા અને દીકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા. બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારપછી ટ્રમ્પ અને તેમની...