કૂતરાએ સૂઈ રહેલ વૃદ્ધા નું મોઢું ફાડી ખાધું...
પાલનપુર: થરાદના મિયાલ ગામે શનિવારે રાત્રે ઘરની ઓસરીમાં ઘૂસી કૂતરાંએ સુઈ રહેલા વૃદ્ધાંનું મોઢું ફાડી ખાધૂ હતું.ટાંકા લઈ શકાય તેવી સ્થિતિ ન હોઈ પ્લાસ્ટીક સર્જરી કરવા અમદાવાદ રીફર કરાયાં હતા. વૃધ્ધાએ બૂમાબૂમ કરતાં બાજુમાં સુતેલો 10 વર્ષીય પ્રપૌત્ર જાગી જઇ કૂતરાને ભગાડી દાદીનો જીવ બચાવ્યો.
રાત્રે 12 વાગ્યા આસપાસ કૂતરું ઘરમાં ઘૂસ્યું હતું
થરાદના મિયાલ ગામે રહેતા રંગુબેન નગા શનિવારે ઘરની ઓસરીમાં તેમના 10 વર્ષીય પ્રપૌત્ર સાથે સુતા હતાં. ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ કૂતરું ઘરમાં ઘૂસ્યું હતું. અને ઊંઘી રહેલા રંગુબેનના મોઢા પર બચકા ભરી મોઢું ફાડી ખાધું હતું. ઘટનાને પગલે રંગુબેન બૂમાબૂમ કરતાં બાજુમાં સૂતેલો તેમનો પ્રપોત્ર જાગી ગયો હતો.અને કૂતરાને ભગાડી દાદીનો જીવ બચાવ્યો હતો. પરિવારજનોએ વૃદ્ધાને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ અને બાદ અમદાવાદ રિફર કરાયા હતાં.
નાક સહીત બંન્ને ગાલ પર ચામડી ન રહી
પાલનપુર સિવીલમાં વૃદ્ધાને સારવાર આપનાર તબીબ ધીરજ જૈનએ જણાવ્યું હતું કે વૃધ્ધાના મોઢા પરની ચામડી જ કુતરૂ લઇ ગયુ હતુ. નાક સહીત બંન્ને ગાલ પર ચામડી ન હોવાને કારણએ ટાંકા લઇ શકાય તેવી સ્થિતી જ ન હતી. જેને લઇ તેમને પ્રાથમિક સારવાર આપી છે અને પ્લાસ્ટીક સર્જરી કરવા અમદાવાદ રીફર કર્યા છે.

Comments
Post a Comment