ભરૂચ: બોર્ડના વિદ્યાર્થીઓને પ્રફુલ્લિત મને પરીક્ષા આપવા સમીક્ષા બેઠક દરમિયાન કલેક્ટર શ્રી ડૉ. એમ. ડી. મોડિયા એ કર્યો અનુરોધ


ભરૂચ: આગામી માર્ચ માહિનામાં રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા યોજાશે, ત્યારે વિદ્યાર્થીઓને પ્રફુલ્લિત અને સ્‍વસ્‍થ ચિત્તે પરીક્ષા આપવા ભરૂચ જિલ્લા કલેક્‍ટર ડૉ. એમ.ડી.મોડિયાએ અનુરોધ કર્યો છે. પરીક્ષા એ વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્‍વનો પડાવ છે. ઉપરાંત પરીક્ષા જ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટેની દિશા નક્કી કરતી હોય છે, ત્યારે ચિંતામુક્‍ત માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

 ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્‍ટર ડૉ. એમ.ડી.મોડિયાની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો સાથે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા અંગે થયેલું આયોજન અને વ્‍યવસ્‍થાની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષાનું બેઝીકલી મોનીટરીંગ થાય ઉપરાંત સારૂં મેનેજમેન્ટ થાય તે ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપે તે માટે વ્‍યવસ્‍થા તંત્ર પોતાના કર્તવ્યનું પાલન કરે છે. પરીક્ષા દરમ્યાન પાણી, વિજળી, રસ્તા, બસની સુવિધા જેવી પ્રાથમિક મુશ્કેલીઓ પરીક્ષાર્થીને ન પડે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં પરીક્ષા ખંડ CCTV કેમેરાથી સજ્જ કરાયા છે. પરીક્ષા ખંડમાં પરીક્ષાને લગતું સાહિત્ય કે એડવાન્સ કેલક્યુલેટર, સેલ્યુલરફોન, ડીજીટલ વોચ, સ્માર્ટ વોચ જેવા ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જવા દેવામાં આવશે નહિ, તેમ છતાં આવા સાધનો કે સાહિત્ય પકડાશે તો પરીક્ષાર્થી શિક્ષાને પાત્ર થશે. પ્રત્‍યેક પરીક્ષા કેન્‍દ્ર ઉપર જરૂરી મેડીકલ કીટ તથા આરોગ્‍યલક્ષી સેવા તુરંત મળે તેવી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

 ભરૂચ જિલ્લા પરીક્ષા સમિતિની યોજાયેલ સમીક્ષા બેઠકમાં શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્‍યું હતું કે, SSCની પરીક્ષા માટે જિલ્લામાં કુલ-૩૨ કેન્‍દ્ર અને ૮૮ પરીક્ષા સંકુલ છે, જ્‍યારે વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૧૫૦ જેટલી છે. તો HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે કુલ-૦૪ કેન્‍દ્ર અને ૨૨ પરીક્ષા સંકુલ છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ૪૫૪૦ જેટલી છે. ઉપરાંત HSC સામાન્‍ય પ્રવાહમાં કુલ-૧૨ કેન્‍દ્રો અને ૩૧ પરીક્ષા સંકુલ છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ૯૩૯૦ જેટલી છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, હોસ્‍ટેલ ગ્રાઉન્‍ડ ખાતે જિલ્લાનો કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૦૨૬૪૨-૨૪૦૪૨૪ સાથે શરૂ કરવામાં આવશે. જે પરીક્ષા શરૂ થવાના એક દિવસ અગાઉ શરૂ થશે. જે સવારે ૮ કલાકથી રાત્રીના ૮ કલાક સુધી કાર્યરત રહેશે. પરીક્ષા સમિતિની બેઠક દરમ્યાન નાયબ પોલીસ અધિકારી, શિક્ષણકાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સમિતિના સભ્યો ઉપસ્‍થિત રહ્યા હતા

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર