ભરૂચ ખાતે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.

ભરૂચ: ભરૂચના વેજલપુર ખાતે સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન  સમારંભ નું આયોજન કરવામાં આવ્યું.

 ખારવા હાંસોટી માછી સમાજ દ્વારા યોજાયેલ તૃતીય લગ્નોત્સવ માં મક્તમપુર. હાંસોટ. ભાડભૂત. અંભેટા. કસક. અંકલેશ્વર જેવા ભરૂચના ટોટલ છ જેટલાં ગામોનો સમાવેશ થયો. સમાજના ખુબ જ ગરીબ અને  વર્ગ ના લોકો માટે આવા લગ્નોત્સવ થકી સમાજની ગરીબ દીકરીઓ ને ખુબજ ઓછા ખર્ચ લગ્ન નો લાભ લઈ શકે એવા ઉમદા હેતુ થી આ સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું
  આ સમૂહલગ્ન દ્વારા સમાજ ને એક સંદેશો પણ આપવામાં આવ્યો આજરોજ જે 13 દીકરીઓ ના લગ્ન થયાં છે અને ભવિષ્ય માં લગનો માં જે 2 થી 5 લાખ ખર્ચ થાય છે સમાજના માં- બાપ જે હેતુ થી દીકરીઓના લગ્ન કરે છે તે ખોટા ખર્ચ બંધ કરે અને વધુ માં વધુ સમાજ ની દીકરીઓ તથા તેમના દીકરા સમૂહલગ્ન માં જોડાઈ ને આ પવિત્ર કાર્યક્રમમાં સમાજ ના લોકો ને સહકાર આપે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
  👉આવા સમૂહલગ્નના પવિત્ર કાર્યમાં સમાજના યુવાનો જોડાઈને પોતાના સમાજને જે તન મન અને ધન થી સહકાર આપ્યો એ બદલ  સમાજ નો  દિલથી આભાર માનવામાં આવ્યો.
 👉 આ સમૂહલગ્ન થકી લગ્ન ના ખોટા ખર્ચ બંધ કરીને આવા સમૂહલગ્ન માં જોડાઈને પોતાના દીકરા. દીકરીઓના લગ્નના ખોટા ખર્ચ ની રકમ બેન્ક ખાતામાં રાખી એમના બાળકો ના ભણતર તેમજ સુખ દુખ જેવા કામોમાં એમને કામ લાગી શકે અને એવાજ કામોમાં એ રકમ નો ઉપયોગ કરવા સમાજના લોકો ને સમજવામાં આવ્યા.
  👉સમાજના લોકો ને બીજો એક મહત્વ નો સંદેશ આપવામાં આવ્યો કે સમાજના યુવાનો વ્યસન તરફ ન વળતા આ વ્યસન થી મુક્ત થાય સમાજના આવા પવિત્ર કાર્ય માં જોડાઈ સમાજની પ્રગતિ કરે એવી યુવાનો પાસે ખાસ આશા વ્યક્ત કરાઈ હતી..

👉 કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદો CAA અને NRC ને ખુલો સપોત કરવામાં આવિયો..
👉 આ પ્રસંગે આશીર્વાદ આપવાં પધારેલ મહાન અનુભાવો માં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ. જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ ભટ્ટ. મહામંત્રી ધર્મેશ મિસ્ત્રી. માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા. સંદિપ માંગરોલા. ભરૂચ શહેરના મહામંત્રી અને કાઉન્સીલર સ્થાનિક દિપક મિસ્ત્રી. સ્થાનિક કાઉન્સિલર. સતીષ મિસ્ત્રી. કાઉન્સિલર મનહર પરમાર. તેમજ દરેક સમાજ ખારવા હાસોટી માછી સમાજ ના  આગેવાનો તેમજ યુવા હાજર રહી પ્રસગની શોભા વધારી હતી..

રિપોર્ટ  - ભરત મિસ્ત્રી, ભરૂચ 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર