CAA પર ઘર્ષણ / ભારતની છબી બગાડવાનું દિલ્હીમાં ષડ્યંત્ર, હેડ કોન્સ્ટેબલ સહિત 4 ના મોત, DCP સહિત 50 ઘાયલ, અમિત શાહે બોલાવી તાત્કાલિક બેઠક
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોમવારે બીજા દિવસે પણ બે જૂથ વચ્ચે હિંસક પ્રદર્શન થયા હતા. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનોમાં આગ લગાવી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આ દરમિયાન પથ્થમારામાં ઘાયલ ગોકલપુરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થઈ ગયું છે. જ્યારે શહાદરાના ડીસીપી અમિત શર્મા હોસ્પિટલમાં દાખલ છે. તેમની ગાડીને પણ આગ લગાવી દેવામાં આવી છે. પોલીસે મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ, યમુના વિહાર, ભજનપુરા અને દયાલપુર સહિત 10 વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું રોકાણ ચાણક્યપુરી સ્થિત ITC મૌર્યા હોટલમાં કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં હિંસા ભડકી છે તે અહીંથી 20 કિલોમીટરના અંતરે છે. આ ઘટનામાં એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે જેને ગોળી વાગી હતી.
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું કે પરિસ્થિતિને કાબૂ કરવા માટે વધારે સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે હેડ કોન્સ્ટેબલના હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે જાફરાબાદ, મૌજપુર સહિત આસપાસના વિસ્તારમાં CAA સમર્થક અને વિરોધી સામ-સામે આવી ગયા હતા. બંને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ઘણી ગાડીઓમાં આગ લગાવી હતી. મૌજપુરમાં એક ગોડાઉનમાં પણ આગ લગાવવામાં આવી છે. જ્યારે ભજનપુરામાં એક પેટ્રોલ પમ્પને પણ આગ લગાવાવમાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. જ્યારે ડીએમઆરસીએ મૌજપુર અને બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ કરાવ્યા છે.
મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહમંત્રી સાથે વાત કરી
રાજધાનીમાં હિંસાની ઘટનાઓ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરી છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીના અલગ અલગ હિસ્સાઓની હિંસાના સમાચાર ચિંતાજનક છે. બીજી બાજુ ઉપરાજ્યપાલ બૈજલે દિલ્હી પોલીસને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના આદેશ આપ્યા. તેમણે લોકોને શાંતિ જાળવવા અને સંયમ રાખવાની અપીલ કરી છે.

શાહીનબાગની જેમ જાફરાબાદમાં ધરણાં
જાફરાબાદમાં પણ મહિલાઓએ મેટ્રો સ્ટેશન પાસે શનિવાર રાતે CAA વિરુદ્ધ રસ્તા પર દેખાવો કરવાનું શરૂ કર્યું હતું. રવિવારે બપોરે ચાંદબાગમાં પણ આવા જ દેખાવો થયા હતા. મહિલાઓના કહ્યાં પ્રમાણે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર CAA પાછો નહીં લે ત્યાં સુધી આ દેખાવ ચાલું રહેશે. આ દરમિયાન મૌજપુરમાં ભાજપ નેતા કપિલ મિશ્રા અને તેમના સમર્થક વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો છે. ત્યારબાદદેખાવના કારણે બંધ રસ્તાઓને ખોલવાની માંગ અંગે પણ લોકોએ દેખાવ કર્યા હતા.

Ⓜ️દિલ્હીના 10 વિસ્તારમાં કલમ 144 લગાવવામાં આવી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શાંતિ જાળવવાની અપીલ કરી છે. દિલ્હીમાં થયેલી હાલની હિંસાને લઈને ગૃહમંત્રાલયના સૂત્રોએ દાવો કર્યો કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિનાં પ્રવાસને ધ્યાનમાં રાખીને પૂર્વ આયોજીત રીતે હિંસાની આશંકા છે. દિલ્હી પોલીસ કમિશ્નર કંટ્રોલ રૂમથી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, આ દુનિયામાં ભારતની છબિને ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
Ⓜ️ન્યૂઝ એજન્સી આઈ એ એન એસ ના મતે પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટોચના અધિકારીઓની બેઠક બોલાવી છે.
Mk news
#Mknews
#manishkansara
Owner, CEO, Editor મનીષ કંસારા 6352918965

Comments
Post a Comment