ભરૂચ: શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીના પાટોત્સવ નિમિત્તે અન્નકૂટ, આનંદના ગરબા તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ: જુના ભરૂચમાં કંસારાવાડમાં આવેલ શ્રી  કંસારા પંચ સમસ્ત સંચાલિત શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીના પાટોત્સવ નિમિત્તે તારીખ 13 / 2 / 2020 ના રોજ રાખેલ પ્રસંગમાં જ્ઞાતિજનો દ્વારા અન્નકૂટ, આનંદના ગરબા તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું
હતું, તેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિના વડીલો તથા ભાઈ - બહેનોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો તથા સાથે બેસીને પ્રસાદી લીધી હતી. આ મંદિરના ગર્ભ ગૃહમાં જમણા હાથની બાજુથી અનુક્રમે શ્રી મહાકાળી માતાજી, શ્રી મહાલક્ષ્મી માતાજી અને શ્રી મહા સરસ્વતી માતાજી બિરાજમાન છે, આ મંદિર આશરે 150 વર્ષથી પણ વધુ પુરાણું હોવાનું અનુમાન છે માતાજીની મૂર્તિઓ સ્વયં ભૂ છે અને તે ચલિત મૂર્તિ છે, તે મંદિરના આગળના ભાગે આવેલ ચોકનાં કુવામાં થી મળી આવેલ અને તેમની ઘર મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષો પછી  2000 ની સાલમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારથી મહા વદ ચોથ થી મહા વદ છઠ સુધી એમ ત્રણે દિવસની માતાજીના પાટોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે. શ્રી મહાકાળી માતાજી કંસારા સમાજના કુળદેવી છે. માતાજીએ કંસારા સમાજનું રક્ષણ કરવાનું વચન આપ્યું છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.