દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ.

નવીદિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટપર મહાત્માગાંધીજીનેઆપી શ્રદ્ધાંજલિ. 

 રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા.


Ⓜ️બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં તેમણેરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પત્ની મેલેનિયા અને દીકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા.





બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારપછી ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા રાજઘાટ જશે. અહીં તેઓ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપશે. ત્યારપછી વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થશે. અહીં બંને દેશોના પ્રતિનિધિમંડળ પણ હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ટ્રમ્પના સન્માનમાં ડિનર આયોજન કર્યું છે.
ટ્રમ્પ તેમની ભારત યાત્રા દરમિયાન સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી સાથે રોડ શો કર્યો હતો. ત્યારપછી બંને નેતા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમમાં હાજર થયા હતા. ત્યારપછી ટ્રમ્પની પત્ની, દીકરી અને જમાઈ તાજમહેલની મુલાકાતે પહોંચ્યા હતા.
કોંગ્રેસ નેતા ડિનરમાં સામેલ નહીં
કોંગ્રેસ નેતાઓએ ટ્રમ્પના સન્માનમાં આયોજીત ડિનરમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ પછી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ ડિનરમાં જવાનો ઈન્કાર કર્યો છે. ચૌધરી અને આઝાદે રાષ્ટ્રપતિ ભવનમાં થનારા ડિનરમાં સોનિયા ગાંધીને ન બોલાવવાના કારણે આમંત્રણ નકારી દીધું છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર