ભરૂચ બિન આદિવાસી સમાજના લોકોને આદિવાસી સમાજના દાખલા આપવાના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા ભરૂચ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધવાયો.

ભરૂચ: ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્ર મેળવીને સરકારી નોકરીમાં પસંદગી પામેલાઓને દૂર કરીને તેની જગ્યાએ સાચા આદિવાસીને નોકરી આપવા તથા ખોટા લાભ લેનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ક્લેક્ટર કચેરીએ ઉમટેલા આદિવાસી સમાજના યુવકો અને યુવતીઓએ આદિવાસીના પ્રમાણપત્ર અંગે તપાસ કરવાની માંગ કરી આદિવાસીઓને ન્યાય આપવાની માંગ કરી હતી. સાચા આદિવાસી સમાજ દ્વારા આજે ક્લેક્ટર કેચરીએ મોરચો લઈને આવવામાં આવ્યો હતો. ક્લેક્ટરને આવેદનપત્ર આપતાં આદિવાસીઓએ જણાવ્યું હતું કે, બોગસ દાખલા મેળવીને આદિવાસીઓના હક્કો છીનવવા પ્રયાસ થઈ રહ્યો છે.બંધારણે આપેલા વિશેષ હક્કનો ઉપયોગ ખોટા દાખલા બનાવીને કરાતો હોવાનું સામે આવ્યું છે. સરકારે અગાઉ બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને નોકરીઓ મેળવનારાને ગેરલાયક ઠેરવ્યાં છે. આ ગેરલાયક ઠેરવેલા ખોટા આદિવાસીઓ ની જગ્યાએ સાચા આદિવાસીઓને નિમણૂક આપીને ન્યાય આપવો જોઈએ.સાચા આદિવાસીઓએ નારેબાજી સાથે પોતાનો અવાજ બૂલંદ બનાવ્યો હતો.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.