શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.




રાજકોટ: રાજકોટમાં કડવીબાઈ કન્યા વિધાલયમાં તારીખ 10/02/2020 સોમવારે બળદેવ પરી ને  સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો
અત્યાર સુધી ધણા એવોર્ડ સને સમ્માન પ્રાપ્ત કરનાર બળદેવ પરી એ માત્ર એકજ શિક્ષકને આ એવોર્ડ ખૂબ  ગૌરવમય રીતે આપવામાં આવ્યો
જે એવોર્ડમાં મોમેન્ટો ગૌરવ લેખ , શાલ ઓઢાળી અને ૨૧ હજારનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
આ સમારંભમાં આમંત્રિતો શિક્ષકો સમાજ શ્રેષ્ઠીઓ , નિર્ણાયકશ્રીઓ અને બાળકોની બહોળી  હાજરીમાં યોજાયો હતો.
સૌપ્રથમ આ કાર્યક્રમ પ્રાર્થના તેમજ બહેનો એ સુંદર નૃત્ય દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુંદર સુશોભિત હોલની અંદર પ્રથમ બળદેવ પરી ના  કાર્યની ઝાંખી એમના પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી 20 મિનિટ સુધી કરવામાં આવી હતી અને  ત્યાં હાજર રહેલા દરેકને  પોતાના કાર્ય વિશે જણાવ્યું હતું ત્યારબાદ હાજર રહેલા   વક્તાઓએ પોતાના ઉત્તમ વક્તવ્યો આપ્યા હતા.

બળદેવપરી એ આ એવોર્ડને અંતે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એક જ શિક્ષકને આપવામાં આવતું આ સન્માન છે અને આ એવોર્ડ સાથે જેનું નામ જોડાયેલું છે એવા  સુભદ્રાબેન શ્રોફની નું વ્યક્તિત્વ એવું જાજરમાન રહ્યું  છે એ મારા માટે ગૌરવની બાબત  છે અને મોટી ખુશીની લાગણી છે અને એક વિશિષ્ટ રીતે આપવાનો છે એનું અત્યાર સુધીના એવોર્ડ જે આપવામાં આવ્યા છે તે  ગૌરવમય  રીતેજ  આપાયા હતા પણ આ એક વિશિષ્ટ પરિવાર ભાવથી આપવામાં આવ્યો છે એની  ખુબ ખુશી  છે  એ માટે એને હદયના ભાવ સાથે આભાર માન્યો હતો
  હાજર રહેલા  નિર્ણાયક શ્રીપ્રવીણચંદ્ર ઠક્કરએ બંધ કવરમાં 4 પુસ્તક  અર્પણ કરીને પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.
સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર એ બેન શ્રી એ ગૌરવ લેખન વાંચન કર્યું હતું અને માતૃભાવ જેનામાં ટપકતો હોય એવા ઉર્મિલા બાઈએ આ એવોર્ડની પરંપરા અને એવું કયા ભાવથી અપાય તેની સુંદર રજૂઆત કરી હતી.  પુરુસ્કાર તેમજ ગૌરવ લેખ અને મોમેન્ટો આપી અદકેરું માત્ર એકજ શિક્ષક ને ઉત્તમ ભાવના સાથે આપ્યો. 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર