સુરત / SMC બજેટની હાઇલાઇટ: 9 બ્રીજ, 150 ઇલેક્ટ્રિક બસ, 24 કલાક પાણી અપાશે

સુરતઃમ્યૂનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ અંગે બંછાનિધી પાનીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, સ્માર્ટ સિટી સુરત દુનિયામાં સૌથી ઝડપી વિકાસ સાધી રહ્યું છે. આ બજેટ વાસ્તવલક્ષી બજેટ છે. શહેરને કચરાથી મુક્ત કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વોર્ડમાં નળથી 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો લક્ષ્યાંક છે. શહેરમાં 9 બ્રિજ,150 ઈલેક્ટ્રીક બસ, રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 3,904 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

દરેક ઝોનમાં 24 કલાક પાણી અપાશે

હાઈડ્રોલિક વિભાગના આગામી વર્ષના મુખ્ય ધ્યેય અંતર્ગત દરેક ઝોનમાં 100 ટકા પાઈપ લાઈનથી નળ જોડાણો આપવામાં આવશે. પ્રર્યાપ્ત માત્રામાં પાણી પુરવઠો પુરો પાડવા સાથે ઉત્તમ ગણવતા સભર પાણી પુરવઠો અપાશે. 24બાય 7 પાણી પુરવઠા યોજના હેઠળના વિસ્તારોમાં નળ થકી શુધ્ધ પીવા યોગ્ય પાણી આપવાની સાથે વિક્ષેપ વગર અવિરત પાણી પુરવઠા માટે બરાજનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં ગરેકાયદેસર નળજોડાણોને કાયદેસર કરી નોન-રેવન્યુ વોટર ઓછું કરવાનું આયોજન છે.

બજેટ હાઈલાઈટ્સ

    Ⓜ️ડ્રેનેજ, સ્ટોર્મ ડ્રેનેજ અને હાઉસિંગ ઉપર વિશેષ ભાર આપવામાં આવશે
    Ⓜ️સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર 66 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે
    Ⓜ️100 ટકા પાઇપલાઇનથી નળ જોડાણ આપવામાં આવશે
    Ⓜ️24*7 પાણી પુરવઠા યોજના પર ભાર મૂકવામાં આવશે
    Ⓜ️ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે પણ ખાસ જોગવાઈ
    Ⓜ️રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 3904 કરોડ રૂપિયાની જોગવાઈ. ફેઝ 1માં 1236 અને ફેઝ 2 માં 2668 કરોડની જોગવાઈ
    Ⓜ️સુરત મેટ્રો રેલ પ્રોજેકટમાં કન્સલ્ટન્સી માટે 50 લાખની જોગવાઈ, મેટ્રો રેલ માટે ફ્રાન્સ અને જર્મનીની પણ નાણાકીય મદદ મળશે
    Ⓜ️પાણીની ક્વોન્ટીટીની સાથે ક્વોલિટી પર પહેલી વખત ધ્યાન રાખવામાં આવશે
    Ⓜ️આઉટર રિંગરોડ આ વર્ષે પરિપૂર્ણ થાય તેના પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવશે
    Ⓜ️નવા 9 બ્રિજ માટે કુલ 419 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે
    Ⓜ️ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે 32 કરોડની જોગવાઈ
    Ⓜ️નવા 15 ફાયર સ્ટેશન બનશે જેની પાછળ 45 કરોડનો ખર્ચ કરાશે
    ફાયર સ્ટાફ માટે ટ્રેનિંગ સેન્ટર ઉભું કરાશે
    Ⓜ️18 જેટલા નવા બાગ બગીચા બનાવવામાં આવશે
    Ⓜ️સ્વચ્છતા પર જે ઝોન ભાર આપશે અને અગ્રેસર રહેશે તેને 10 કરોડ આપવામાં આવશે
    Ⓜ️ગ્રીન એનર્જી સોર્સ માટે 14 કરોડના ખર્ચે વિન્ડ પાવર પ્લાન્ટ ઉભો કરવામાં આવશે
    Ⓜ️150 બસો ઇલેક્ટ્રિક 5 મહિનામાં ચાલુ કરાશે
    Ⓜ️5 જગ્યાઓ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે
    Ⓜ️બે સ્પોર્ટ્સ સ્ટેડિયમ 120 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન
ઓવરબ્રિજ માટે 419 રૂપિયા ખર્ચાશે

ફ્લાય ઓબરબ્રિજના શહેર તરીકે ઓળખ પામી ચુકેલા સુરતમાં નવા નવ બ્રિજ સહિતના બ્રિજ માટે 419 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
ફ્લાય ઓવર બ્રિજ

1,સાઉથ ઈસ્ટ લિંબાયત ઝોન વિસ્તારમાં ખરવરનગર જંકશનથી આંજણા તરફ જતા રસ્તા પર ભાઠેના જંકશન પર 50 કરોડનો ખર્ચે બનશે

2,સાઉથ ઈસ્ટ ઝોન(લિંબાય)માં ડ્રા.ટી.પી.62 (ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ)માં ડિંડોલી ખરવાસા રોડ અને મીડિલ રિંગરોડ જંકશન સાંઈ પોઈન્ટ પાસે ચાર રસ્તા પર સર્કલ ફ્લાય ઓવર બ્રિજ પર 40કરોડના ખર્ચે બનશે.

3,સાઉથ વેસ્ટ (અઠવા)ઝોન વિસ્તારમાં બ્રેડ લાઈનર જંકશન પર અંડર બ્રિજ 50 કરોડના ખર્ચે બનશે

રેલવે ઓવરબ્રિજ

4,સાઉથ ઈસ્ટ(લિંબાયત)ઝનો વિસ્તારમાં ડિંજોલી માનસરોવર સોસાયટી પાસે 40 કરોડના ખર્ચે બનશે

5, સુરત મુંબઈ મેઈન રેલવે લાઈન પર કિ.મી.256/22 પર સંતાબીલ બેકરી પાસે સુરત-નવસારી મેઈન રોડ અને અકલેરા વિસ્તારને જોડતા બ્રીજ 60 કરોડનો ખર્ચે બનશે

6, અમરોલી સાયણ રોડ પર કોસાડ ક્રીભકો લાઈન એલ.સી.નંબર 05 ઉપર 80 કરોડના ખર્ચે બનશે

7 સાઉથ ઈસ્ટ(લિંબાયત) ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત-ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયત-ડિંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ 45.10 કરોડના ખર્ચે બનશે

ખાડી બ્રિજ

8, સાઉથ ઝોન વિસ્તારમાં બમરોલી ખાતે આવેલ હયાત ડો.હેડગેવાર બ્રિજનું વાઈડનિંગ 8.35 કરોડના ખર્ચે બનશે

9, વરાછા વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં 21(સરથાણા સીમાડા)માં શ્યામધામ સોસાયટી નજીક ખાડી બ્રિજ 6 કરોડના ખર્ચે બનશે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર