ISRO: ગગનયાન મિશન પહેલાં અંતરિક્ષમાં મોકલવામાં આવનાર હ્યુમનોઈડ વ્યોમમિત્રા ની પહેલી ઝલક, તે મનુષ્યો જેવું વર્તન કરશે
નવી દિલ્હી: ISROએ બુધવારે માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાનમાં મોકલવામાં આવનાર હ્યૂમનોઇડ વ્યોમમિત્રાનો વીડિયો જાહેર કર્યો. ISROના વૈજ્ઞાનિક સૈમ દયાલે કહ્યું કે હ્યૂમનોઇડ મનુષ્યોની જેમ જ વ્યવહાર કરવાનો પ્રયાસ કરશે અને આપણને પરત રિપોર્ટ કરશે. આ અમે એક પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ. 1984માં રાકેશ શર્મા રશિયાના અંતરિક્ષ યાનમાં બેસીને અંતરિક્ષ ગયા હતા. આ વખતે ભારતના એસ્ટ્રોનોટ્સ ભારતના અંતરિક્ષ યાનમાં બેસીને સ્પેસમાં જશે.
ISRO ચીફ સિવને કહ્યું- ગગનયાનના અંતિમ મિશનથી પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઇ 2021માં અંતરિક્ષમાં મનુષ્ય જેવા રોબોટ મોકલવામાં આવશે. આ મનુષ્ય જેવા દેખાતા હ્યૂમનોઇડ રોબોટ હશે. અન્ય દેશ આવા મિશનથી પહેલા અંતરિક્ષમાં પશુઓ મોકલી ચૂક્યા છે. હ્યૂમનોઇડ શરીરના તાપમાન અને ધબકારા સંબંધિત ટેસ્ટ કરશે. સિવને જણાવ્યું કે ગગનયાન મિશન માટે જાન્યુઆરીના અંતમાં જ 4 પસંદગીના એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે.
સિવને કહ્યું કે ગગનયાન માત્ર મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવાનું મિશન નથી. આ મિશન આપણને આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગ મેળવવામાં મદદ કરશે. તેમણે કહ્યું, - આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક શોધ, આર્થિક વિકાસ, શિક્ષણ, ટેક્નિકલ વિકાસ અને યુવાઓને પ્રેરણા દેવી એ બધા દેશોનું લક્ષ્ય છે. કોઇ ભારતીય દ્વારા અંતરિક્ષની યાત્રા આ બધી પ્રેરણાઓ માટે સૌથી ઉમદા પ્લેટફોર્મ છે.
ગગનયાન માનવ મિશનમાં ત્રણ ક્રૂ મેમ્બર હશે
2022માં ISRO માનવ મિશન ગગનયાન લોન્ચ કરશે. તેમાં ત્રણ ક્રૂ મેમ્બર સામેલ થશે. આ મિશનમાં ISRO કોઇ મહિલાને મોકલી રહ્યું નથી. તેના માટે ISROએ મહિલાના ચહેરા વાળો હ્યૂમનોઇડ તૈયાર કર્યો છે જેને વ્યોમમિત્રા નામ આપવામાં આવ્યું છે. ISROના ચેરમેન સિવને અમુક ન્યૂઝ વેબસાઇટ્સની ચર્ચામાં કહ્યું- હ્યૂમનોઇડ મોટાભાગે તૈયાર છે. અમે ઇચ્છીએ છીએ કે તે આપણી ક્ષમતાઓ દર્શાવવાની સાથે આ મિશનનો ઉદ્દેશ્ય પણ પૂર્ણ કરે. ઉદ્દેશ્ય છે કે એસ્ટ્રોનોટ્સ મિશનમાં જાય અને સુરક્ષિત પરત ફરે.

Comments
Post a Comment