અમેરીકા / હ્યુસ્ટનમાં એક ઔદ્યોગિક ઇમારતમાં વિસ્ફોટ, માઈલો સુધી આંચકાનો અનુભવ થયો

24, January, 2020
હ્યુસ્ટનઃઅમેરિકાના હ્યુસ્ટનમાં શુક્રવારે વહેલી સવારેના સમયે એક ઔદ્યોગિક ઈમારતમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેના આંચકાનો અહેસાસ માઈલો સુધી થયો હતો. આજુબાજુના કેટલાક રહેઠાણોને નુકસાન પહોંચ્યું હતુ, બારીઓના કાચ તૂટી ગયા હતા. હ્યુસ્ટનના ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે આ વિસ્ફોટમાં એક યુવકને ઈજા પહોંચી હતી.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ધમાકો શહેરના 4500 ગેસનર રોડ સ્થિત ઈમારતમાં સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે 4.30 વાગે થયો છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ વિસ્તારની ઘેરાબંધી કરી હતી.

CNN સાથે સંકડાયેલા KTRK ટીવીએ જણાવ્યું હતું કે લોકો તેમના ઘરોને નુકસાન થયું હોવાની ફરિયાદ કરી છે. એક યુવાને જણાવ્યું હતું કે મારા ઘરની છત તૂટી ગઈ છે. પહેલા મને એવો વિચાર આવ્યો કે વીજળીને લીધે આમ થયું હશે, પરંતુ બાદમાં મને જાણ થઈ કે કોઈ વાવાઝોડુ નથી આવ્યું. આ વિસ્ફોટ શાં માટે થયો તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.