હિંસા / પાકિસ્તાનના સિંઘ માં ટોળાએ તોડફોડ કરી, મૂર્તિને નુકસાન પહોંચાડયું.

પેશાવર: પાકિસ્તાનમાં હિન્દુ અને અન્ય ધર્મસ્થળોને નુકસાન પહોંચાડવાનો સિલસિલો ચાલુ છે. સિંધ પ્રાંતમાં કેટલાક લોકોએ એક મંદિરને નિશાન બનાવી તોડફોડ કરી હતી. જેમાં મૂર્તિને નુકસાન પહોંચ્યું છે. આ મામલે ચાર અજાણ્યા લોકો સામે એફઆઇઆર નોંધાઇ છે.
દક્ષિણ એશિયા ક્ષેત્રના મામલાની પત્રકાર નાયલા ઇનાયતે ટિ્વટર પર લખ્યું કે ‘ સિંધ પ્રાંતમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરાઇ. એક ટોળાએ ચચૌરા, થારપારકરમાં માતા રાની ભાટિયાનીના મંદિરમાં હુમલો કર્યો હતો. અહીં મૂર્તિ અને પવિત્રગ્રંથોને નુકસાન પહોંચાડ્યું’. 
લઘુમતી ધર્મસ્થળે હુમલાની ચોથી ઘટના
પાકિસ્તાની હિન્દુઝ યુથ ફોરમે દાવો કર્યો છે કે આ ક્ષેત્રમાં તાજેતરમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળ પર હુમલાની આ ચોથી ઘટના છે. અગાઉ કુંબ ગુરુદ્વ્રારા, એસએસડી ધામ અને ઘોટકીમાં અન્ય એક સ્થળ પર હુમલા કરાયા હતા.
સેનાના વિરોધી પશ્તૂન નેતાની ધરપકડ
દરમિયાન પાકિસ્તાનમાં પશ્તૂનોના અધિકાર અને સેનાના અત્યાચાર સામે અવાજ ઉઠાવનારા પશ્તૂન નેતા પશ્તૂન તહફ્ફુઝ મૂવમેન્ટના પ્રમુખ મંજૂર પશ્તીનની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટે 14 દિવસ માટે રિમાન્ડ પર મોકલી દીધા છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર