ચીન / ભારતીય શિક્ષિકાને કોરોના વાયરસ નું ઇન્ફેક્શન, હાલત ગંભીર, ભાઈએ સારવાર માટે મદદ માંગતા થયો લાખોનો વરસાદ

નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં 41 વર્ષનાભારતીય શિક્ષકપ્રીતિ મહેશ્વરી પણ કોરોના વાયરસના ઈન્ફેક્શનમાં સપડાઈ ગયા છે. પ્રીતિની Huazhong યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ડ શેનઝેન 
તસ્વીર વેબસાઈટ પરથી લીધી છે

હોસ્પિટલમાંસારવાર ચાલી રહી છે. તેમને અહીં 11 જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યા છે. ગઈ કાલે (શુક્રવારે) તેમની હાલત ગંભીર થતાં તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં રહેતા ભાઈએ મદદ માંગતા થયો લાખોનો વરસાદ
પ્રીતિ મહેશ્વરીને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પ્રીતિ મહેશ્વરી શેંજેનવની ઈન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે. ચીનમાં તેમની સારવાર માટે 10 લાખ યુઆનનો ખર્ચ જણાવવામાં આવ્યો છે. મહેશ્વરીની સારવાર માટે એમેઝોન બેંગલુરુમાં નોકરી કરતાંતેના ભાઈ મનીષથાપાએ રૂ. 1 કરોડના ફંડની મદદ માંગી છે. અત્યાર સુધી 992 દાતાઓ દ્વારા મહેશ્વરીની સારવાર માટે રૂ. 29.43લાખનું દાન પણ ભેગુ કરી દેવામાં આવ્યું છે.
પ્રીતિના પતિ આયુષ્માન કોવાલના જણાવ્યા પ્રમાણે, પ્રીતિને વાયરસ હોવાનું ડોક્ટર્સે પણ સ્વીકાર્યું છે. શુક્રવારે પ્રીતિની ગંભીર સ્થીતિને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જ રાખવામાં આવ્યા છે. પ્રીતિના પતિએ જણાવ્યું કે, ડોક્ટર્સે કહ્યા પ્રમાણે, પ્રીતિ હાલ બેભાન છે અને તેમને મળવા માટે ડોક્ટર્સ અમુક કલાકનો જ સમય આપ્યો છે. ડોક્ટર્સે કહ્યું છે કે, તેમની સારવારમાં ઘણો સમય લાગે તેમ છે.
ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, પ્રીતિનેસીવિયર એક્યુટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ (SARS) ઈન્ફેક્શન થયું છે તે ઉપરાંત તેમના મસ્ટીપલ ઓર્ગન ફેઈલ થઈ રહ્યા છે.
પ્રીતિની એક બહેન કેનેડામાં ભાઈ ભારતમાં
પ્રીતિ મહેશ્વરીની એક બહેન પ્રજ્ઞા મહેશ્વરી હાલમાં કેનેડાના ઓન્ટારિયોનો ઓકવિલેમાં રહે છે. જ્યારે ભાઈ મનિષ થાપા ભારતના બેંગલુરુમાં એમેઝોનમાં નોકરી કરે છે. પ્રજ્ઞાએ પોતાની બહેન માટે 17 જાન્યુઆરીએ ફેસબુકમાં ફંડરાઈઝર વેબસાઈટ ઈમ્પેક્ટ ગુરુની લિંક શૅર કરી હતી. આ લિંક શૅર કરીને પ્રજ્ઞા મહેશ્વરીએ બહેન માટે મદદ માગી હતી અને બહેન જલ્દીથી સાજી થાય તેવી પ્રાર્થના કરી હતી.
ચાઈનામાં સંબંધીઓને કોન્ટેક્ટ કરવા માટે ભારતીય એમ્બેસીએ +8618612083629 અને +8618612083617 જાહેર કર્યા છે 

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.