ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા “ રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત કુલ પાંચ રાજ્યોમાં ૨૮ શહેરોમાં સભાઓ , ૧૫૦ જુથ સભાઓ સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન જિજ્ઞેશ કાલાવડિયાની આગેવાનીમાં હાલ ૧૦૦થી વધુ યુવાનો દ્વારા ગામે ગામ તૈયારીઓને આખરી ઓપ અપાયોઃ ૩ ફેબ્રુઆરીએ શહીદ વીરોના પરિવારોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન
ભારતભરની ત્રણસોથી વધુ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા રન ફોર ભગતસિંહ અભિયાનને સમર્થન જાહેર કરવામાં આવ્યુંઃ ઠેર ઠેર ભગતસિંહને ભારત રત્નનું સન્માન અપાવવા મિટીંગનો દૌર જારીઃ સોમનાથી દિલ્હી સુધી ૧૮૦૦ કિ . મી . ની સાઈકલ રેલી યોજી રાષ્ટ્રપતિને એક લાખ સહિઓ સાથેનું આવેદન આપવામાં આવશે.
ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા “ રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત કુલ પાંચ રાજ્યોમાં ૨૮ શહેરોમાં સભાઓ , ૧૫૦ જુથ સભાઓ સહિતનું ભવ્યાતિભવ્ય આયોજન જિજ્ઞેશ કાલાવડિયાની આગેવાનીમાં હાલ ૧૦૦થી વધુ યુવાનો દ્વારા ગામે ગામ તૈયારીઓને આખરી ઓપ અપાયોઃ ૩ ફેબ્રુઆરીએ શહીદ વીરોના પરિવારોના હસ્તે યાત્રાનું પ્રસ્થાન
યુ – ટ્યુબ ચેનલ , ફેસબુક , ઈન્સ્ટાગ્રામ , ટવીટર સહિતના રન ફોર ભગતસિંહના એકાઉન્ટ પર યાત્રાનું લાઈવ પ્રસારણ જોઈ શકાશે.
રાષ્ટ્રવાદ , સ્વદેશી , પર્યાવરણ જાગૃતિ , વ્યસનમુક્તિ , ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતીનો વિકાસ સહિતના મુદ્દે જન – જાગરણ.
દિલ્હીમાં ભગતસિંહ અને ક્રાંતિકારીઓનું સ્મારક , ભગતસિંહને ‘ ભારત રત્ન ’ નું સન્માન , યુનિર્સિટીઓમાં ભગતસિંહ ચેરની સ્થાપના સહિતના અનેક મુદ્દાઓ સાથે ‘ રન ફોર ભગતસિંહ અભિયાન કરોડો યુવાનો સુધી ક્રાંતિકારીઓનો સંદેશો પહોંચાડશે
શહીદ ભગતસિંહના ભત્રીજા સરદાર કિરણજીતસિંઘ દ્વારા રન ફોર ભગતસિંહ સાઈકલ યાત્રાના આયોજન બદલ યાત્રાના કન્વીનર જિજ્ઞેશ કાલાવડિયાને ટેલિફોનિક શુભકામનાઓ પાઠવવામાં આવી.
ભારતની આઝાદીની લડતમાં જેનો સિંહફાળો છે તથા ભારતીય યુવા હૃદયની જેને ધડકન ગણવામાં આવે છે તેવા ક્રાંતિવીર શહિદ ભગતસિંહને ભારતનો સર્વોચ્ચ રાષ્ટ્ર સન્માન ‘ ભારત રત્ન ’ અપાવવા માટે ગુજરાતના જાગૃત યુવાનો મેદાનમાં આવ્યા છે . છેલ્લા વીસ વર્ષથી ભગતસિંહના વિચારોનો ફેલાવો કરવાનું કામ કરતા રાષ્ટ્રવાદી સંગઠન ‘ ભગતસિંહ ક્રાંતિદળ ” દ્વારા આ હેતુથી “ રન ફોર ભગતસિંહ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાના ૩૦ જેટલા યુવાનો સોમનાથથી શરૂ કરીને દિલ્હી સુધીની સાઈકલ યાત્રા યોજી રહ્યા છે . જેનું ભવ્યાતિભવ્ય પ્રસ્થાન આગામી ૩ ફેબ્રુઆરીએ સોમનાથ મંદિરના પટાંગણમાંથી સવારના ૧૦ વાગ્યે શહીદ પરિવારો દ્વારા ફલેગ ઓફ કરી કરાવવામાં આવશે . આ નિમિત્તે વિશાળ સંખ્યામાં રાષ્ટ્ર ભક્ત કાર્યકરો , યુવાનો , વડીલો , માતાઓ સોમનાથ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત રહેશે . ‘ ભગતસિંહ ક્રાંતિ દળ ‘ ના કન્વિનર અને જાણીતા પત્રકાર , લેખક જિજ્ઞેશ કાલાવડિયાએ આ તકે જણાવ્યું હતું કે કુલ ૫૦ દિવસની સાઈકલ યાત્રામાં ૩૦થી વધુ યુવાનો દ્વારા કુલ ૧૮૦૦ કિલોમીટરનો પથ આવરી લેવામાં આવશે જે કુલ ૫ રાજ્યોમાં પસાર થઈને દિલ્હી પહોંચશે . આગામી ૩ ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર – ગુજરાતના જાહેર જીવનના અગ્રણીઓ – માનવતાવાદી સાધુ – સંતોની વિશાળ હાજરીમાં આ યાત્રા સોમનાથથી સવારે ૯ – ૦૦ વાગે પ્રસ્થાન કરશે જે ગુજરાત , રાજસ્થલન , હરિયાણા , ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં થઈને ભગતસિંહ , રાજગુરૂ અને સુખદેવના બલિદાન દિવસ ૨૩ માર્ચે દિલ્હી પહોંચશે . ૨૩ માર્ચે આ ઉપલક્ષ્યમાં જંતર મંતર ખાતે એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે . આ યાત્રા કુલ ૫૦ દિવસ ચાલશે જે દરમિયાન એક લાખ જેટલી સહિઓ મેળવી દિલ્હીમાં ભગતસિંહ અને ક્રાંતિકારીઓનું સ્મારક , ભગતસિંહને ‘ ભારત રત્ન ‘ અને શહિદનો દરજજો , યુનિવર્સિટીઓમાં ભગતસિંહ ચેરની સ્થાપના , સહિતની વિવિધ માંગો સાથે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને આવેદનપત્ર પાઠવવામાં આવશે જેના માટે રાષ્ટ્રપતિશ્રીને એપોઈન્ટમેન્ટ મેળવવામાં આવી રહી છે . ‘ રન ફોર ભગતસિંહ ‘ આ અભિયાનને સફળ બનાવવા માટે યાત્રાના કન્વીનર જિજ્ઞેશ કાલાવડિયાના નેતૃત્વ હેઠળ મિતવર્ધન ચંદ્રબૌધ્ધિ , ચિરાગ કાકડીયા , સમ્રાટ બૌદ્ધ , દર્શિત કંટારિયા , હેમંત ચાંડપા , શિવાજી ડાંગર , જયેશ ચાવડા , કાનજી જાદવ , ભગવાનભાઈ સોલંકી , રમેશ બાંભણીયા , ધરમ વૈજ્ઞાણી , ભાવેશભાઈ માખેસણા , હરેશ ડોબરિયા , પિયુષ વ્યાસ , મેહુલ પાઠક , કેશવ પરમાર , વિનુભાઈ પટોળીયા , હાર્દિક પટેલ , કિશન દાફડા , અર્જન કરમટા , સુરેશ રાયકા , પ્રકાશ વ્યાસ , ભાવેશ મલ્લી , હેમંતભાઈ લોખીલ સહિતના યુવાનો દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરી વ્યવસ્થાઓ તેમજ પ્રચાર – પ્રસાર કરવામાં આવી રહેલ છે . યાત્રાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી “ રન ફોર ભગતસિંહ ’ ના નામે ફેસબુક પેઈઝ , ટવીટર , ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઓપન કરવામાં આવેલ છે . યુટયુબ ચેનલ પરથી આ યાત્રાના અપડેટ લોકોને સતત આપવામાં આવશે . આ ‘ રન ફોર ભગતસિંહ ‘ અભિયાનનો મુખ્ય ઉદેશ શહિદોને સન્માન આપવાનો હોય તેની સાથે સાથે લોકોમાં રાષ્ટ્રવાદનો આવિર્ભાવ થાય તે માટે શહિદ વીરોનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવશે . સ્વદેશીનો પ્રચાર પ્રસાર , ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાના ઉપાયો , જાતિવાદ – કોમવાદ જેવા સંકિર્ણ ખ્યાલોના સ્થાને ભારતીયતાનો સંદેશ , ટીવી અને મોબાઈલના વધતા દુપ્રભાવ સામે જાગૃતિ , દારૂ , જુગાર , ડ્રગ્સ , સટ્ટા જેવા દૂષણો સામે યુવાનોમાં જાગૃતિ , પર્યાવરણનું સંરક્ષણ જેવા મુદ્દાઓનો યાત્રા દરમિયાન બહોળો પ્રચાર કરવામાં આવશે જેના માટે ૧૫૦થી વધુ જૂથ સભાઓ ગોઠવવામાં આવી છે જેમાં ભગતસિંહના જીવન વિશે ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દેખાડવામાં આવશે . કુલ ૩ લાખથી વધુ પત્રિકાઓ ગુજરાતી , હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવી છે . સાઈકલ યાત્રાના રૂટ પર આવતા ગામ / શહેરોમાં ભગતસિંહ અને ક્રાંતિકારીઓના ફોટા સાથેના હોર્ડિઝ લગાવવામાં આવશે . આ રીતે આગામી સમયમાં વિશાળ પાયા પર રાષ્ટ્રવાદનું વાતાવરણ ઉભુ કરી “ રન ફોર ભગતસિંહ ‘ અભિયાનને સફળ બનાવવા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે . જે અંતર્ગત ભગતસિંહનો વિશાળ રથ તૈયાર કરવામાં આવ્યો છે . આ યાત્રાને ભારતભરમાં ૩૦૦થી વધુ વિવિધ સામાજિક સંસ્થા , સંગઠનો અને આગેવાનો દ્વારા સમર્થન જારી કરવામાં આવ્યું છે . યાત્રાને વધાવવા માટે અત્યારથી જ યાત્રાના રૂટમાં આવતા ગામ શહેરોના રાષ્ટ્રભકત યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે.

Comments
Post a Comment