ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલા શ્યામવિલા કોમ્પ્લેક્સમાં 15 થી વધુ વીજ મીટરમાં અચાનક લાગી આગ

ભરૂચની શ્રવણ ચોકડી નજીક શ્યામવિલા કોમ્પ્લેક્ષના 15થી વધુ વીજ મીટરોમાં અચાનક જ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક આવેલા શ્યામવિલા કોમ્પ્લેક્ષના એ-1 વિંગના વીજ મીટરોમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાથી શ્યામવિલા કોમ્પ્લેક્ષના સ્થાનિકોમાં ભાગદોડ મચી હતી. ત્યારે 15થી વધુ વીજ મીટરોમાં ભભૂકી ઉઠેલ આગ વધુ ન ફેલાય તે માટે સ્થાનિકોએ અગ્નિશામક યંત્ર વડે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર ફાઇટરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ ફાયર ફાઇટરો આવે તે પહેલા જ સ્થાનિકોએ ભારે જહેમતે સમગ્ર આગ પર કાબૂ મેળવી લીધો હતો. શ્યામવિલા કોમ્પ્લેક્ષના વીજ મીટરોમાં આગ લાગવાના કારણે વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ તો વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

ભરૂચ: પંડિત દિનદયાલની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખઅને વોર્ડ નંબર ૧૧ ના નગરસેવક શ્રી મારૂતીસિંહજી અટોદરીયા ભાઈને જન્મદિવસ ની કોટી કોટી હાર્દિક શુભકામનાઓ.