વડોદરા આર આર સેલની ટીમે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીકથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

ભરૂચ: વડોદરા આર.આર.સેલની ટીમે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીકથી રૂપિયા 1.20 લાખની કિંમતના 12 કિલો ગાંજાના જથ્થા  સાથે એક આરોપીની ધપરકડ કરી
રિક્ષામાં લઈ જવાતો હતો ગાંજાનો જથ્થો.

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં ઉતર છેડે સાંજનાં સમયે વડોદરા આર.આર.સેલ અને LCB પોલીસે વોચ ગોઠવી રિક્ષામાં 12 કિલો ગાંજો લઈને આવતા ફારૂક ડોનને ઝડપી લીધો હતો. ભરૂચમાં ફરી ગાંજાનાં વેપારીઓ સક્રિય થયા હોય તે રીતે અગાઉ અનેકો વખત માદક ગાંજો જીલ્લામાંથી ઝડપાયો છે. ત્યારે વડોદરા આર.આર.સેલનાં PSI રાજેન્દ્ર ભ્રમભટ્ટ સહિત પોલીસ સ્ટાફ ગોવિંદરાવ, અભિજીત અસ્લમ તેમજ સ્ટાફનાં માણસો અને ભરૂચ LCB PSI ઝાલાએ પાકી બાતમીને આધારે ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં ઉતર છેડે વોચ ગોઠવી હતી બાતમી હતી કે કોઈક ઈસમ માદક પદાર્થનો જથ્થો લઈને આવી રહ્યા છે જેને પગલે સવારે વોચ ગોઠવી હતી તે સમયે સુરત તરફથી રિક્ષા નં.GJ-16-V-2859 આવતા બાતમીને આધારે રોકી તપાસ કરતાં ગાંજાનો જથ્થો 12,004 કિલોગ્રામ કિંમત રૂ.1,20,040 સાથે સલ્લાઉદ્દીન ઉર્ફે ફારૂક ડોન અહેમદ ઇસર પટેલ રહેવાસી 202 ન્યુલુક એપાર્ટમેન્ટ સિટી કેર હોસ્પિટલ સામે જંબુસર બાયપાસ રોડ ભરૂચનો કે જે મૂળ વછનાદ વાગરાનો રહીશ છે તેની અટક કરી હતી. પોલીસે સી-ડીવીઝન પોલીસ મથકમાં તેની સામે NDPS એકટ (1985) ની કલમ 20 બી મુજબનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ફારૂક ડોનનો ભૂતકાળ પણ તપાસ કરી રહી છે

Comments

Popular posts from this blog

ભારત-અમેરીકા સંયુક્ત નિવેદન / અમેરિકાથી ભારતને 21 હજાર કરોડના સૈન્ય સાધનો મળશે, પાકિસ્તાન પર આતંકવાદ ખતમ કરવા માટે દબાણ ઉભું કરીશું

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

મોડાસા દુષ્કર્મ કેસ: મૃતક દલિત યુવતી પર ક્રૂરતા પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું