મનુષ્ય બનીને આવ્યા છો તો બધાની મદદ કરો
દુનિયામાં બધાને બધું જ મળી જાય તો તો પૂછવાનું જ શું હતું ?! બધું જ તો માત્ર પરમાત્મા પાસે હોય છે અને જેની પાસે કાંઈ નથી હોતું તે સંન્યાસી હોય છે. તેમની વચ્ચેવાળા ક્યારેક છોડે, ક્યારેક પકડે છે અને તેથી તેમના માટે મુંઝવણો પણ ઊભી થાય છે. જીવનમાં જે કંઈ પણ મળે અથવા થોડું વધુ મળવા લાગે તો બે ક્રિયામાં થી જરૂર પસાર થાવ- એક તો સૂર્ય ને જળ આપો અને બીજું, જ્યારે પણ તક મળે ત્યારે હવન જરૂર કરો. સૂર્ય ને જળ અર્પણ કરતી વખતે તમારી અંદર એ વિચાર જાગશે કે જેમ સૂર્ય દેવતા સૌને સમાન રીતે પ્રકાશ વહેંચે છે તે રીતે આપણ ને કંઈ મળ્યું છે તો આપણે પણ વહેંચી એ. હવનનો અર્થ છે તમારા સર્જનનો એક હિસ્સો પ્રકૃતિને આપવો. 'મને મળ્યું છે તો હું જ ખાઈશ' એ પાપ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે કંઈ મળે તો તેને બધા સાથે વહેંચો. સૌને સાથે લઈને ચાલો. તમે આગળ આવ્યા છો તો બીજાને પણ આગળ લાવો. તમે તમારો હાથ લંબાવીને, સહકાર આપીને કોઈને આગળ લાવી શકો છો. ભારેખમ વસ્તુઓને ક્રેન ઉપર ઉઠાવે છે. ક્રેન ની શોધ ડેરિક નામની વ્યક્તિએ કરી હતી, જે પહેલા જલ્લાદ હતો. જલ્લાદ કોઈને ફંદો લગાવીને ઉપર ઉઠાવે તો તેનું જીવન સમાપ્ત થાય છે પણ ભલો માણસ ફંદો હટાવીને જ્યારે કોઈને ઉપર ઉઠાવે તો તેનું જીવન શરૂ થાય છે. તો આપણે સૂર્ય દેવતા અને હવન સાથે દરેક દિવસને જોડીને એવો ભાવ જગાવવા નો છે કે ઈશ્વરે મનુષ્ય બનાવીને આ ધરતી પર મોકલ્યા છે તો સૌની મદદ કરીએ, સૌના કામમાં આવીએ.
મનીષ કંસારા 6352918965
Comments
Post a Comment