ભારત-અમેરીકા સંયુક્ત નિવેદન / અમેરિકાથી ભારતને 21 હજાર કરોડના સૈન્ય સાધનો મળશે, પાકિસ્તાન પર આતંકવાદ ખતમ કરવા માટે દબાણ ઉભું કરીશું
સંયુક્ત નિવેદન નવી દિલ્હી: હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.ટ્રમ્પે કહ્યું કે, છેલ્લા 2 દિવસ શાનદાર રહ્યા. ખાસ કરીને ગઈ કાલે મોટેરા સ્ટેડિયમમાં. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે. ત્યાં સવા લાખ લોકો હતા. તે લોકો મોદીજીને ખૂબ પ્રેમ કરે છે. મેં જ્યારે પણ મોદીજીનું નામ લીધુ તે લોકો ખુશીથી ચીસો પાડતા હતા. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું હું સ્વાગત કરુ છું. મને ખ્યાલ છે કે, અત્યારે ટ્રમ્પ ખૂબ વ્યસ્ત છે, તેમ છતાં તમે ભારત આવ્યા તેથી હું તમારો આભારી છું. મોદીએ કહ્યું, 3 વર્ષમાં વેપાર ડબલ ડિજીટમાં વધ્યો છે. જ્યાં સુધી બાઈલેટરલ ટ્રેડનો સવાલ છે તેમાં બંને દેશો વચ્ચે બાઈલેટરલ ટ્રેડનો સવાલ છે. બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. અમે એક મોટી ટ્રેડ ડીલ શરૂ કરવા માટે સહમત થયા છીએ. તેના સકારાત્મક પરિણામ મળશે. અમે બંને દેશો વિશ્વમાં કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહમત છીએ. તે એકબીજાના નહીં પરંતુ દુનિયાના હિતમાં છે. સંયુક્...


Comments
Post a Comment