સ્નાન કરતા સમય મંત્ર બોલવામાં આવે તો તમારૂ કિસ્મત બદલાય શકે

24, January, 2020
સ્નાન કરતા સમય મંત્ર બોલવામાં આવે તો તમારૂ કિસ્મત બદલાય શકે છે.                                                સ્નાન કરતા સમયે કોઇ સ્ત્રોત પાઠ કરવામાં આવે કે કીર્તન કે ભજન કે ભગવાનનું નામ લઇ શકાય છે. કારણકે આવું કરવાથી વ્યક્તિનો સારો સમય શરૂ થઇ જાય છે. આમ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને ખરાબ સમય તેમજ સમસ્યા દૂર શકે છે. એવામાં આજે તમને જણાવીશું કે સ્નાન સમયે બોલવામાં આવતા મંત્રથી તમને લાભ થઇ શકે છે.

સ્નાન મંત્ર

गंगे च यमुने चैव गोदावरि सरस्वति।।
नर्मदे सिन्धु कावेरि जल स्मिन्सन्निधिं कुरु।।

કહેવામાં આવે છે કે આ મંત્રનો જાપ સ્નાન કરતા સમયે કરવો જોઇએ અને આ મંત્રનો અર્થ એ છે કે હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી નદીઓ,મારા સ્નાન કરવાના આ જળમાં તમે દરેક પધારો.

આવો જાણીએ કયા સમયે સ્નાનને કયુ સ્નાન કહેવાય

કહેવામાં આવે છે જે સ્નાન બ્રહ્મ મૂહૂર્તમાં ભગવાનનું ચિંતન કરતા કરવામાં આવે તેને બ્રહ્મ સ્નાન કહેવામાં આવે છે.
કહેવામાં આવે છે સૂર્યોદય પહેલા દેવનદીઓમાં અથવા તેમનું સ્મરણ કરતા સ્નાન કરવામાં આવે તેને દેવ સ્નાન કહેવામાં આવે છે.
સવારે જ્યારે આકાશમાં તારા દેખાઇ રહ્યા હોય ત્યારે સ્નાન કરવામાં આવે તેને ઋષિ સ્નાન કહેવામાં આવે છે.
એવી માન્યતા છે કે જે સામાન્ય સ્નાન સૂર્યોદય પહેલા કરવામાં આવે તેને માનવ સ્નાન કહેવામાં આવે છે.
જ્યોતિષો મુજબ જે સ્નાન સૂર્યોદય બાદ ચા-નાસ્તા કર્યા બાદ 8-9 વાગ્યા સુધી કે તે પથી કરવામાં આવે તેને દાનવ સ્નાન કહેવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર