રાજતિલક સમારોહ / 51 બ્રાહ્મણો નો 51 જળ, 100 ઔષધિઓ, 14 પ્રકારની માટીથી માંધાતાસિંહનો અભિષેક, ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન.

રાજકોટ: રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો દિવસ છે. સાથોસાથ રણજીત વિલાસ પેલેસમાં આજે જગત કલ્યાણ માટે શાંતિ પુષ્ટી હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપી રહ્યા છે. મુખ્ય યજમાન પદે માંધાતાસિંહ અને તેમના પતિની કાદમ્બરીદેવી છે. તેમજ 51 બ્રાહ્મણો દ્વારા 51તીર્થોથી આવેલા જળ અને 100 ઔષધિઓ દ્વારા માંધાતાસિંહનો અભિષેક કરવામાં આવ્યો હતો.ગઇકાલે એક વર્લ્ડ રેકોર્ડ થયા બાદ આજે પણ વધુ એકવર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 51 બ્રાહ્મણો દ્વારાઅભિષેકનોગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.રેકોર્ડ માટે લંડનથી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી છે.
100 પ્રકારની ઔષધિઓઓ અભિષેક
રાજસુય યજ્ઞમાં 300 બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવી રહી છે. 100 પ્રકારની ઔષધિઓ એકત્ર કરવામાં આવી છેજેનોઅભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજાના અભિષેક માટે ભારતની નદીઓ અને તીર્થસ્થળો સહિત 51જળના કળશએકત્ર કરવામાં આવ્યા હતા.આજ સવારથી જ બ્રાહ્મણો દ્વારા પૂજન વિધિ, સૂર્યદેવને અર્ધ્ય, ચારેય વેદોમાંથી મહાયજ્ઞ માટેના મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. તેમજ સાંધ્યપૂજન પણ કરવામાં આવશે.
14 પ્રકારની માટીનો પણ અભિષેક
રાજતિલક સમારોહમાં આજે જળ, ઔષધિઓ સાથે 14 પ્રકારની માટીનો પણ અભિષેક કરવામાં આવ્યો હતો.જેમાં ગૌશાળા, બળદના પગની માટી, રથના પૈડાની માટી, સોમનાથ સમુદ્રની માટી. રાજમહેલની માટી, પીપળાના વૉક્ષની માટી, ગિરનાર પર્વતના અંબાજી મંદિરની માટી, હાથીના દાંતમાંથી ઉખડેલી માટી સહિત તમામ માટી દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.શાસ્ત્રીજી કૌશિકભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે રાજ્યાભિષેક કરવાથી રાજાના શરીરમાં દેવી-દેવતાઓનો વાસ થાય છે.

Comments

Popular posts from this blog

આજે Mysamachar.in ( જામનગર ) ના ઓનર રવિ બુદ્ધદેવ નો જન્મ દિવસ

શિક્ષણક્ષેત્રમાં જાણીતા એવા શિક્ષક બળદેવ પરી ને સુભદ્રાબેન શ્રોફ એવોર્ડ એનાયત થયો.

દીપકભાઈ પટેલ ની લાડકી દીકરી કુમારી શિવાની પી પી સવાણી યુનિવર્સિટી માં ક્લાસિકલ વોકેલ સોલો માં પ્રથમ વિનર